લગ્નની વિધિ વચ્ચે જ દુલ્હને લગ્ન કરવાનો કર્યો ઇનકાર- વરરાજાને ટીંગા-ટોળી કરી રસ્તા પર ફેંકી દીધો

મધ્યપ્રદેશના(Madhya Pradesh) રીવા(Reva) જિલ્લાના મૌગંજ પોલીસ સ્ટેશનના(Police station) વનપધર ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળેલી માહિતી અનુસાર, અહી કન્યાએ વરરાજાને માનસિક દર્દી(Mental patient) હોવાનું કહી લગ્નનો(Marriage) ઈનકાર કર્યો હતો. દુલ્હન પક્ષ પર આરોપ છે કે તેઓએ લગ્નમાં આવેલા જાનૈયા સાથે મારપીટ કરી તેમજ વરરાજાને ઘસડીને બહાર ફેકી દીધો.

જાણવા મળ્યું છે કે, ઓસરીમાંથી ઉપાડીને વરરાજાને રસ્તા વચ્ચે ફેંકી દેવામાં આવ્યો હતો. દુલ્હનનું કહેવું છે કે, વરરાજાની માનસિક હાલત ખરાબ હતી. જેના કારણે તેણે લગ્નની ના પાડી દીધી હતી. વરરાજાને ઘસડીને બહાર ફેક્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હાને બહાર ફેકવાના બાબતે વિવાદ શરૂ થયો હતો. ધીરે ધીરે વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષો વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ હતી.

મળેલી માહિતી અનુસાર આ પહેલા પણ એક વાર દુલ્હન પક્ષના લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તે સમયે કોઈક રીતે આ વિવાદ ઉકેલાઈ ગયો હતો. એએસપી શિવ કુમારે જણાવ્યું કે, લગ્નની વિધિ દરમિયાન વર અને વધુ પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. છોકરાના પિતાએ બંધી બનાવવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ યુવતીના પક્ષનું કહેવું છે કે જે છોકરા સાથે તેના લગ્ન થવાના હતા તેની માનસિક સ્થિતિ સારી નથી.

વરમાળા સમયે વરરાજો વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. છોકરીવાળનું કહેવું છે કે, આ લોકો તેની માનસિક સ્થિતિ છુપાવીને લગ્ન કરી રહ્યા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિવાદને શાંત પાડ્યો હતો. કન્યાએ લગ્નની ના પાડી દીધી હતી અને કન્યાને લીધા વિના બરાતીઓ પરત ફર્યા હતા. પોલીસના સમયસર પહોચી જતા આ મામલો શાંત થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *