કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવામાં આવેલી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ ની સુરક્ષા હટાવી લેવાઈ છે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા બળનું સુરક્ષા કવર આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના કહ્યાં પ્રમાણે મનમોહન સિંહની SPG સુરક્ષા હટાવવાનો નિર્ણય રિવ્યૂમાં કરવામાં આવ્યો છે. આ સુરક્ષા દેશના દિગ્ગજ નેતાઓને આપવામાં આવી છે. મહત્વનું છે કે , આ નિર્ણય વિવિધ ગુપ્તચર એજન્સીઓ રો અને આઈબીની તરફથી મળેલા ઈનપુટ, કેબિનેટ સચિવ અને ગૃહમંત્રાલય વચ્ચે ત્રણ મહિનાની સમીક્ષા બાદ લેવાયો છે.
દર વર્ષે મનમોહનસિંહની જોખમની સ્થિતીની સમીક્ષા કરાય છે:
દેશના વડાપ્રધાન તેમના પરિવાર તથા પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિની સુરક્ષાની જવાબદારી SPGની હોય છે. હાલ આ સુરક્ષા હેઠળ દેશના ચાર લોકો છે જેમાં વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, SPG કવર 1998ના કાયદા પ્રમાણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ખતરાની સ્થિતીની દર વર્ષે સમીક્ષા કરવામાં આવે છે.
ઘણા બધા નેતાઓ ની સુરક્ષા માં મુકાયો કાપ.
ગૃહમંત્રાલય ગયા મહિને દેશના ઘણા મોટા નેતાઓને આપવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરી હતી. ગૃહ મંત્રાલય જ્યારે કરેલા આદેશ અનુસાર આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ,બસપાના સાંસદ સતિષચંદ્ર,ભાજપના નેતા સંગીત સોમ,ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી ની સુરક્ષા ઓછી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્રએ સુરેશ રાણા એલજેપી ના સાંસદ ચિરાગ પાસવાન અને પૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સુરક્ષા પણ ઓછી કરી હતી.