ડરેલા પાક.ને પૂરમાં ભારત દેખાય છે,
સતલજમાં પૂરથી પાકિસ્તાનનાં અનેક ગામ ખાલી કરાવાયાં
પાક.ના મંત્રીએ કહ્યું- અમને ડૂબાડવા ભારતનો વોટર એટેક
પાકિસ્તાનને હવે તેને ત્યાં આવેલા પૂર પાછળ પણ ભારતનો હાથ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને એવો આક્ષેપ કર્યો છે કે ભારતે કોઈપણ જાતની આગોતરી સૂચના આપ્યા વિના સતલજ નદીમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડ્યું તેને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારતે 1960ની સિંધુ જળ સમજૂતી હેઠળ સૂચના આપી નથી જે ચિંતાજનક છે. પાકિસ્તાને ધમકી આપતા કહ્યું હતું કે તે પોતાના અધિકારોની સુરક્ષા માટે તમામ વિકલ્પનો ઉપયોગ કરશે.
કલમ 370મા ભારતે કરેલા પરિવર્તન પછી પાક.ની આડેધડ નિવેદનબાજી
પાકિસ્તાનના જળ સંસાધન મંત્રી ફૈઝલ વાવદાએ કહ્યું કે ભારત પાકિસ્તાનને પૂરની જાણકારી આપવા પ્રતિબદ્ધ છે પણ તે આવું કરતું નથી. સતલજમાંથી પાણી છોડાતા પાકિસ્તાનના કેટલાક જિલ્લાઓમાં પૂરનું પાણી પહોંચી ગયું હતું. અમને ડૂબાડવા ભારતનો વોટર એટેક હતો. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ 370મા ભારતે કરેલા પરિવર્તન પછી આડેધડ નિવેદનબાજી શરૂ કરી છે.