રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વની આ મોટી કંપનીઓએ સમેટી લીધો પોતાનો કારોબાર- જાણો તમારા ખિસ્સા ઉપર શું પડશે અસર?

કોઈપણ પ્રકારની લડાઈની અસર વેપાર અને અર્થવ્યવસ્થા પર જોવા મળે છે. રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચેના યુદ્ધ બાદ આવી જ અસર જોવા મળી રહી છે. વિશ્વભરની મોટી કંપનીઓ યુક્રેન અને રશિયામાં તેમના કર્મચારીઓ (Employees)ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. આ કારણે કેટલીક કંપનીઓ(Companies) રશિયા અને યુક્રેનમાંથી પોતાનો બિઝનેસ (Business) પાછો ખેંચી રહી છે. કેટલીક કંપનીઓ રશિયામાં તેમના વ્યવસાયનું પુનઃમૂલ્યાંકન કરી રહી છે.

આ કંપનીઓએ રશિયાને લઈને આ પગલાં લીધાં છે
– બ્રુઅર કાર્લ્સબર્ગ અને જાપાન ટોબેકોએ યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. બીજી તરફ, UPS અને FedEx Corp એ દેશમાં અને બહાર તેમની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
– એપલે રશિયામાં તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે રશિયન હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છે. કંપની પાસે રશિયામાં Apple Pay જેવી ડિજિટલ સેવાઓની મર્યાદિત ઍક્સેસ છે.

– ફેસબુકની પેરેન્ટ કંપનીએ સોમવારે રશિયન સમાચાર આઉટલેટ્સ RT અને સ્પુટનિકની ઍક્સેસને અવરોધિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સમગ્ર યુરોપિયન યુનિયન માટે કરવામાં આવી છે.
– Twitter એ રશિયન રાજ્ય મીડિયાની સામગ્રીની દૃશ્યતા અને એમ્પ્લીફિકેશન ઘટાડવાની પણ જાહેરાત કરી છે. Netflix એ પણ આ અઠવાડિયે કહ્યું હતું કે, તે દેશમાં રશિયન રાજ્ય ટીવી ચેનલોનું પ્રસારણ કરશે નહીં.

Spotify પણ એક પગલું ભર્યું
– Spotify એ રશિયામાં તેની ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર ઉશ્કેરણી વગરના હુમલાથી અમે ખૂબ જ દુઃખી છીએ.
– ગૂગલની માલિકીની YouTubeએ જણાવ્યું હતું કે, તેણે અઠવાડિયાના અંતે યુક્રેનમાં RT સહિત રશિયન રાજ્ય મીડિયાને અવરોધિત કર્યા છે. વિડિયો પ્લેટફોર્મે કહ્યું છે કે, તે આ ચેનલો માટે ભલામણોને નોંધપાત્ર રીતે મર્યાદિત કરી રહ્યું છે.

– Google અને YouTubeએ પણ કહ્યું કે, તેઓ હવે રશિયન રાજ્ય મીડિયાને જાહેરાતો ચલાવવા અને તેમની સામગ્રીનું મુદ્રીકરણ કરવાની મંજૂરી આપશે નહીં.
– એરબીએનબીના સહ-સ્થાપક અને સીઇઓ બ્રાયન ચેસ્કીએ ગુરુવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, કંપની રશિયા અને બેલારુસમાં તમામ કામગીરી સ્થગિત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *