મોરબીમાં પત્નીને મોઢામાં ડૂચો દઈ, માથામાં બોથડ પદાર્થ ઝીંકી પતિએ મોતને ઘાટ ઉતારી

હાલ હત્યાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, એક યુવકે પોતાની જ પત્નીનાં મોઢામાં કપડાનાં ડૂચા નાખીને બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાની જાણ નાનકડી દીકરી દ્વારા પડોસીને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મોરબી(morbi)ના સામા કાંઠાના વિદ્યુતનગર(Vidyutnagar) વિસ્તારની છે. આ ઘટના અડધી રાત્રે સર્જાય હતી.

મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, પતિ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી ઘરને તાળું મારી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે આ ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે, ઘરકંકાસના કારણે પતિએ પત્નીની હત્યા કરી હતી.

જયારે યુવતીનું નામ ભાવના અને તેના પતિ પ્રવીણ છે. પ્રવીણે તેની પત્નીના મોઢામાં કપડાનાં ડૂચા નાખીને માથાના ભાગે બોથડ પદાર્થનાં ઘા ઝીંકીને પત્ની ભાવનાની હત્યા કરી નાખી હતી. જ્યારે હત્યા કરીને પતિ પ્રવીણ ઘર બંધ કરી ફરાર થઇ ગયો હતો. જયારે ઘરમાં તાળું જોતાં નાની દીકરી દ્વારા આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી.

જયારે આસપાસના લોકો દ્વારા તપાસ કરવામાં આવી આ દરમિયાન ઘરમાં ભાવનાબેનનો મૃતદેહ પડેલો જોવા મળી આવ્યો. ત્યાર પછી આસપાસના લોકોએ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ ટીમ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડી મૃતકની દીકરીની ફરિયાદ લેવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *