કોરોના(Corona) મહામારી પછી હવે થિયેટરો સંપૂર્ણ રીતે ખુલી ગયા છે. ત્યારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) એક સાચી વાર્તા છે તો ‘રાધે શ્યામ’ (Radhe Shyam) એક કાલ્પનિક છે. જયારે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi) ફિલ્મ એક વાસ્તવિક સુપર-વુમન વિશે છે. તો ‘ધ બેટમેન'(The Batman) એક કાલ્પનિક સુપરહીરો વિશે છે. જયારે હાલ દર્શકો પાસે થિયેટરો(Theaters)માં મૂવી જોવા માટે ઘણા બધા વિકલ્પો છે.
જયારે ચાર ફિલ્મોમાંથી એક ફિલ્મએ બધાનું ધ્યાન ખેંચ્યું છે તે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (Kashmir Files). અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ પહેલા દિવસે 1.50-2 કરોડની કમાણી કરશે. પરંતુ, ફિલ્મે આશ્ચર્યચકિત કરી દીધા છે અને પહેલા જ દિવસે 4.55 કરોડની કમાણી કરી છે.
જો બીજા દિવસે ‘Kashmir Files’ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મના કલેક્શનમાં 100 ટકાનો વધારો થયો છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા ‘Kashmir Files’ ફિલ્મે બીજા દિવસે 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસે બમણી કમાણી કરી છે, જે હિંદી સિનેમાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. એટલે કે બમ્પર કમાણી સાથે વિવેકની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર રેકોર્ડ પણ બનાવ્યો છે.
અગ્નિહોત્રી અને સૌરભ એમ પાંડે દ્વારા સહ-લેખિત, આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે જેમને ઘાટીમાં આતંકવાદના શરૂઆતના દિવસોમાં કાશ્મીરમાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. અગાઉ, અગ્નિહોત્રીએ બે ફિલ્મો બનાવી છે. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ અને ‘બુદ્ધ ઇન અ ટ્રાફિક જામ’. રાજકીય રીતે આરોપિત વિષયો પર. તે ચોકલેટ, ધન ધના ધન, લક્ષ્ય અને હેટ સ્ટોરી જેવી ફિલ્મો માટે પણ ઓળખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.