ગુજરાતનું એવું ગામ જ્યાં દેશી દારૂથી હોળીનો અભિષેક કરાય છે- હોળીના આગલા દિવસે હોલિકા દહન પાછળ આ છે રહસ્ય

વણખૂંટા(ગુજરાત): હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઈતિહાસ છે. જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે. એક લોકવાયકા મુજબ કહેવાય છે કે, ધણા વર્ષ…

વણખૂંટા(ગુજરાત): હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઈતિહાસ છે. જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે. એક લોકવાયકા મુજબ કહેવાય છે કે, ધણા વર્ષ પહેલા એક રાજા હતો તેના પોતાના રાજમાં બીજા રાજાઓએ ચઢાઈ કરી હતી. તે દરમિયાન, પોતાની રાજગાદી અને નગરને બચાવા સામનો કરી યુદ્ધ કર્યુ હતું. પરંતુ, એકલા રાજા પર આજુબાજુના રાજાઓએ એકસંપ થઈ આક્રમણ કર્યું હતું. આ દરમિયાન, પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા કરતા તેમના સાત ધોડામાંથી એક ધોડા ઉપર સવાર થઈ યુદ્ધમાથી પરાજય થતા એમના વફાદાર ધોડા પર સવાર થઈ જંગલમાં ભાગી ગયા હતા.

તેમની પાછળ ધણુ મોટું લશ્કર પડ્યું હતુ. રાજા યુદ્ધ કરી પ્રતિકાર કરતા ઘણા ઘાયલ થયા હતા. તેમના શરીર પર અનેક ઘા થયા હતા. આ દરમિયાન, રાજાકુવા પાડાગામ નજીક આવેલુ ગામ વાકોલ ગામના ગાઢ જંગલ ઝાડીમાં જઈ સંતાય ગયા હતા. એક વુક્ષ નીચે ધોડાની પીઠ પર વાંકા વાળી સંતાય ગયા હતા. ધોડો પણ એટલો વફાદાર હતો કે, હલન ચલન કર્યા વગર ઉભો રહ્યો હતો. ત્યારે બીજા રાજાઓ તેની શોધખોળ કરવા માટે જંગલમાં આવ્યા હતા પરંતુ વાંકોલનુ જંગલ ગાઢ હોવાના કારણે ત્યાંથી પસાર થયા છતાં એમને રાજાનો ધોડો નજરે પડ્યો નહિ.

આ વાર્તા ઉપરથી વાંકોલ ગામનુ નામ પડ્યું હતું. વાંકોલનો રાજા વાકર રાજા તરીકે પ્રચલિત છે. આજે પણ તેમનું દેવસ્થાન અહી છે. તેના ધોડાને પણ ધા વાગ્યા હતા પરંતુ ધોડાની વફાદારીને કારણે રાજાને બચાવવા તેણે જોરજોરથી અવાજ કર્યો અને નજીકના ગામ વાંકોલમાંથી તેને મદદ મળી રહે. ધોડાનો અવાજ સાંભળી લોકો જંગલમાં આવ્યા અને રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજો કર્યો હતો. વાંકોલની બાજુના ગામ રાજાકુવા પાડા નજીક વણખુટા ગામમાં ત્યારથી એક દિવસ પહેલાં હોળી દહન થાય છે જે ધણા વર્ષ જુનો ઈતિહાસ રહેલો છે.

દોઢસો વર્ષ પહેલા રાજપીપળાના વિજયસિંહ રાજા વણખૂંટાના જંગલમાં સંતાઈને રહેતા હતા તેના નામ ઉપરથી રાજાકુવા નામ પડ્યું હતું. તેમણે શુરાહનુમાનજી દાદા મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યારથી વણખૂંટા ગામમાં રાજાએ હોળીના આગલા દિવસે ચૌદશે હોળી પ્રગટાવતા આ ધારો પડી ગયો છે.

હોળી પ્રગટાવ્યા બાદથી આજુબાજુના બીજા ગામોમાં પણ હોળી પ્રગટાવવામાં આવે છે. હોળી નીમીતે થતા દીવડામાં દારુ નાખવામાં આવે છે જેને સ્થાનિકો ચાક કરી કહે છે. આ સાથે જ સ્થાનિકો હોલિકામાં પણ દારૂ વિસર્જીત કરીને દેશી દારુ ધરાવે છે. આ ઉપરાંત, સ્થાનિકો પાનમાં દારુ ભરીને ધાર કરે છે. જાણવા મળ્યું છે કે, અહીં હોળી પ્રગટાવવા રાજપીપળાનો રાજવી પરીવાર પણ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *