સુરત(surat): આજે હોળી(Holi 2022)નો તહેવાર મનાવવામાં આવશે. અને ત્યાર બાદ કાલે ધુળેટીનો તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ તે પહેલા ધુળેટીના તહેવારને લઈ સુરત પોલીસ કમિશ્નર(Surat Police Commissioner)એ જાહેરનામું બહાર પાડ્યું છે. સામાન્ય સંજોગોમાં હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રીત થતા હોય છે.
ધુળેટીના તહેવાર પર જાહેર માં અસભ્ય તરીકે હોળી રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તહેવારોની ઉજવણી દરમ્યાન જાહેર જગ્યાઓએ અવરજવર કરતા રાહદારીઓ તથા વાહનોમાં આવતા જતા લોકો પાસેથી હોળી-ધુળેટીના પૈસા ઉઘરાવવા, તેઓ ઉપર રંગ અથવા રંગ મિશ્રિત પાણી, કાદવ-કીચડ અથવા તૈલી વસ્તુઓ ફેંકવાની અને મારામારી કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા કૃત્યોથી જાહેર જનતાને અડચણ, ત્રાસ અથવા ઇજા થવાની અથવા તો જાહેર સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા રહેલી છે. જે લોકો આવા કૃત્યો કરતા પકડાયા તો તે સજાને પાત્ર બનશે.
સુરત પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું છે કે, 21 માર્ચ 2022ના રાતના 12 વાગ્યા સુધી કોઇપણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઇ વસ્તુઓ નાંખવી કે નખાવવી નહિ. કોથળીઓમાં પાણી ભરીને રાહદારીઓ ઉપર નાખવું તે ગુનો ગણાશે. અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હોળી – ધુળેટીના પૈસા ઉઘરાવવા નહિ અથવા બીજા કોઇ ઇરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહિ.અને પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરની હદ સિવાયનો સમગ્ર અમદાવાદ જીલ્લાનો મહેસુલી વિસ્તાર આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ અને ભારતીય ફોજદારી અધિનિયમ -૧૮૬૦ ની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.