આજકાલ ગુજરાત રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ધંધાઓમાં મંદીની હાલત વચ્ચે લોકો ખુબ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે. ત્યારે અવાર નવાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નવા નવા નીતિનિયમો અને અમુક નિયમો જનતા માટે સ્વીકાર્ય કરવા કે પાળવા અમુક કારણોસર યોગ્ય હોતા નથી જેથી કરીને નાગરિકો દ્વારા અરજીઓ આપીને કે આંદોલન કરીને સરકારનું ધ્યાન દોરવું ફરજીયાત છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા બધા દિવસોથી માલધારી સમાજ નારાજ થઇ ગયો છે અને ગુજરાત સરકાર સામે વિરોધ કરવા માટે મૈદાનમાં ઉતર્યો છે. થોડા સમય પેહલા જ માલધારી સમાજના યુવાનો અને વડીલોએ ગાંધીનગર જઈને એક આવેદન પત્ર આપ્યું છે, જેમાં તેમણે ઈચ્છા મૃત્યુની મંજુરીની માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યની ભાજપ સરકાર શહેરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ ફરજિયાત બનાવવાનો કાયદો લાવવા જઇ રહી છે. ત્યારે આ બાબતને લઇને માલધારી સમાજમાં હવે ઉગ્ર વિરોધ શરુ થયો છે.
ગુજરાત રાજ્ય સરકારે નવા પસાર કરેલા કાયદા પ્રમાણે ગુજરાતમાં શહેરોમાં પશુઓ રાખવુ હશે, તો લાયસંસ લેવાની જરુર પડશે, ત્યારે શહેરોમાં વસતો માલધારી સમાજ હવે આ કાયદો અમલમાં મુકાય તે પેહલા જ રસ્તા ઉપર ઉતરીને વિરોધ શરુ કરી દીધો છે. માલધારીઓનું માનવું છે કે, હાલની ભાજપ સરકાર તેમને આ કાયદા દ્વારા દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
હાલ સમગ્ર રાજ્યમાં માલધારી સમાજના યુવકો કલેક્ટર કચેરી આવેદન પત્ર આપીને વિરોધ નોધાવી રહ્યા છે. જેમાં ગાંધીનગરમાં પણ યુવાનોએ ઇચ્છા મૃત્યુની માગ સાથે આવેદન પત્ર આપ્યુ છે. અમદાવાદના અપક્ષ કાઉન્સિલર કાળુભાઇ ભરવાડની માનીએ તો આનાથી માલધારી સમાજને દબાવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે.
માલધારી સમાજની માનીએ તો સરકાર પશુપાલકોને લાયસંસ લાવવા માટે જે કાયદો લાવવા જઇ રહી છે તે કાળો કાયદો છે, આનાથી માલાધારી સમાજને વ્યાપક નુકશાન થશે, હાલ પશુ પાલકો આના ઉપર પરિવારનો ગુજરાન ચલાવે છે ત્યારે આ કાયદાથી મોટુ નુકશાન થશે.
ગુજરાતમાં શરૂ થયેલા માલધારી સમાજના આ અંદોલનને સેરથા મંદિરમાં મહંત પણ સમર્થન આપી રહ્યા છે. તેમજ માલધારી સમાજ દ્વારા ચિમકી અપાઇ છે કે, જો આ કાયદો આવશે તો આગામી દિવસોમાં માલધારી સમાજ એક થઇને ભાજપનો વિરોધ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.