વલસાડ(Valsad): હાલમાં વલસાડ જીલ્લા માંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. શનિવારે બપોરે કુંડી ગામ ખાતે આવેલ તળાવમાં ગામના જ 5 બાળકો ગરમીમાં રાહત મેળવવા ન્હાવા પડ્યા હતા. 5 માંથી 2 સગીર બાળકોને તરતા આવડતું ન હતું. જેના કારણે બે ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત થયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલીક બાળકોને બહાર કાઠીને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યા ડોક્ટરોએ બન્ને સગીરોને મૃત જાહેર કર્યા હતા. આ બન્ને સગીરો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, કુંડી ગ્રામ પંચાયત કચેરી નજીક રહેતા સુરેશભાઈ મેસૂરિયાનો 13 વર્ષીય પુત્ર મેહુલ અને તેનો પિતરાઈ ભાઈ દર્શન જીગ્નેશ મેસૂરિયા શનિવારે બપોરે અન્ય મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયા હતા. તે દરમ્યાન મેહુલ અને તેના 5 મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જોકે, મેહુલ અને દર્શનને તરતા આવડતું ન હોવાથી તેઓ બન્ને ડૂબી રહ્યા હતા. અન્ય મિત્રોએ તળાવમાં ડૂબી રહેલા મેહુલ અને દર્શનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રયાસે નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
બે ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોતનીપજ્યા છે. ગામમાં સમાચાર મળતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગામના માજી સરપંચ કાર્તિક દેસાઈએ સવારે આ બાળકો તળાવ કિનારે રમવા આવ્યા ત્યારે તેમને તળાવ કિનારે ન રમવા સૂચના આપી દૂર કર્યા હતા. જોકે, ત્યારબાદ સામાજિક કામ અર્થે કાર્તિક દેસાઈ ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ બપોરે પરત આવતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. તળાવ નજીક માતાજીનું મંદિર હોવાથી કોઈને કોઈ ત્યાં હોય જ છે. આજે ત્યાં કોઈ નહીં હશે ત્યારે બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હોવાની શક્યતા જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.