ચાર વર્ષના બાળકે રમતા-રમતા મારી દીધો ટ્રેકટરનો સેલ્ફ… ટ્રેકટર સાથે બાળક કુવામાં ખાબક્યો

બાળકો રમત રમતમાં ઘણી વાર પોતાના જ જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના જેતપુર (Jetpur)ના આરબ ટીંબડી ગામ (Arab Timbdi village)માંથી સામે આવી છે. મળતી માહિતી મુજબ, ટીંબડી ગામની સીમ વિસ્તારમાં રમતા રમતા ટ્રેકટર (Tractor)માં સેલ મારી દેતા 4 વર્ષનો બાળક ટ્રેક્ટર સાથે 70 ફૂટ ઉંડા કૂવા (Well)માં ખાબક્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી અને રેસ્ક્યૂ કામગીરી મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, આ 4 વર્ષીય બાળકનું મૃત્યુ નીપજ્યું છે.

આ બાળકનું નામ દિપક બારેલા છે. જે જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામની સીમ વિસ્તારમાં આવેલી શંભુભાઈ રાઘવભાઈ રાબડીયાની વાડીમાં મજૂરી કામ કરતા એમપીના મજૂર લક્ષમણભાઈ બારેનાનો પુત્ર છે. તેણે રમતા રમતા ત્યાં રહેલા ટ્રેકટરમાં સેલ્ફ મારી દેતા ટ્રેક્ટર ચાલવા માંડ્યુ હતુ અને ત્રણ ચકર મારી કૂવા સાથે ટકરાતા પારા પેટ તોડીને ટ્રેકટર અને બાળક બંને 70 ફૂટ ઉંડા કૂવામાં ખાબક્યા હતા. આ સાથે જ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલીક ક્રેન સહિતના જરૂરી સાધનો મંગાવી ફાયર સહિતની ટીમે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. જો કે મોડી રાત્રે 11:30 કલાકે ટ્રેકટરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. પરંતુ બાળકને રાત્રિના 11:55 વાગ્યે બહાર કઢાયો હતો. ત્યાર બાદ માસૂમ બાળકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરબ ટીંબડી ગામમાં બનેલી આ ઘટનાએ આસપાસના ગ્રામજનોમાં અરેરાટી ફેલાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *