ભારતીય સંસ્કૃતી વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતી માનવામાં આવે છે લોકો એવું કહી રહ્યા છે. કે ભારતીય સંસ્કૃતી સૌથી પૌરાણિક સંસ્કૃતી છે. ભારતીય સંસ્કૃતીમાં ગાયને માતા માનવામાં આવે છે ભારતના લોકો ગાયની પૂજા અર્ચના કરે છે. પુરાણો અને શાસ્ત્રોમાં ઉલેખ્ખ કર્યા મુજબ ગાયમાં કરોડો ભારતીય દેવી દેવતાઓનો વાસ રહેલો છે. ભારતમાં ગૌ હત્યાને પાપ ગણવામાં આવે છે.ત્યારે ભારતમાં મધ્યપ્રદેશમાં ગૌ હત્યાની આશંકાએ એક દુઃખદ ઘટના ઘટી છે.
ભારતમાં મધ્યપ્રદેશ રાજ્યના સિવની જીલ્લામાં એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. જણાવી દઈએ તમને કે અહી ગૌ સેવા અને ગૌરક્ષકોના એક સંગઠનના ટોળાએ ગૌ હત્યાની શંકા રાખીને કથિત રીતે હુમલો કરતા 2 નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે તો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસના સુત્રોએ મંગળવારે હત્યા થઇ હોવાની પુષ્ટિ કરી હતી. આ ઘટના સોમવાર મંગળવારની રાત્રી દરમિયાન ઘટી હતી જેમાં પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે ઘાયલ પીડીતને હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ આરોપીઓના ટોળા વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરી છે. આ ઘટનામાં ફરિયાદી અને વિપક્ષનો આરોપ છે કે હુમલાખોરો બજરંગ દળના છે. હાલતો પોલીસે દરેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઘટનાના ઘેરા પર્ત્યાઘાત લોકોમાં પડ્યા છે અને લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે.
મધ્યપ્રદેશમાં બનેલી ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનસિંહ કાકોડીયાની આગેવાની હેઠળ તેમના સમર્થકો દ્વારા નાગપુર-જબલપુર હાઈવે પર ધરણા શરૂ કરી દેવામાં આવ્યા હતા. તેમજ આ દુઃખદ ઘટનાના ખુબજ ઘેરા પર્ત્યાઘાત પડ્યા છે. અને સમગ્ર આદિવાસી સામાજ ખુબ રોષે ભરાયો છે. અને દોષિતો પર કડકમાં કડક કાર્યવાહી કરીને કઠોર સજાની માંગણી કરી રહ્યા છે. આ બાબતે સિવની જીલ્લાના એસપી અને ઉચ્ચ્ચ અધિકારીઓએ ધરણા સ્થળની મુલાકાત લીધી હતી.
મધ્યપ્રદેશમાં બનેલી ઘટના બાદ ધરણા સ્થળની મુલાકાત લઈને આવેલા એસપી એસ કે મારવીએ જણાવ્યું હતું કે કુરાઈ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ આરોપીઓને શોધી રહી છે. ફરિયાદમાં કેટલાક આરોપીઓની માહિતી છે તો કેટલાક અજાણ્યા ઈસમો પણ છે પોલીસે શંકાશ્પ્દ લોકોની અટકાયલ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો બીજી તરફ પીડિતોના ઘરેથી 12 કિગ્રા જેટલું માંસ પણ મળી આવ્યું છે.
ભારતમાં મધ્યપ્રદેશના સિવની જીલ્લામાં બનેલી ઘટનાના ઘાયલ ફરિયાદીએ જણાવ્યું હતું કે એકદમથી ઘસી આવેલા ટોળાએ સંપત બટ્ટીને અને સિમરિયાના રહેવાસી ધનસાને લાકડીઓ અને ઢીકા પાટું દ્વારા માર માર્યો હતો. તો બીજી તરફ ધરણા પર બેસેલા કોંગ્રેસના ધારસભ્ય અર્જુનસિંહ કાકોડીયાએ આ હુમલો બજરંગદળના સભ્યો દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ પીડિત પરિવારને રોકડા રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવે એવી માંગણી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.