રશ્મિ દેસાઈ(Rashmi Desai) એ તમામ મહિલાઓ માટે પ્રેરણા છે જેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. શરૂઆતમાં તેણે ઉત્તરનથી ઘર-ઘરમાં નામ બનાવ્યું અને પછી ઘણી સિરિયલો(Serials)માં કામ કર્યું. પરંતુ તેમનું અંગત જીવન બરબાદ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
હવે રશ્મિ ગ્લેમર ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની લેટેસ્ટ તસવીરોમાં લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. અભિનેત્રી વાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક ચાહકે તો તેને લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો છે.
official_saifrizvi963 નામના યુઝરે રશ્મિની પોસ્ટ પર લખ્યું, શું તમે મારી સાથે લગ્ન કરશો..
અભિનેત્રીએ તેની તસવીરો પર લખ્યું, ‘મૂડઃ મજબૂત બનો, નીડર બનો, સાહસી બનો.. આગળ તેણે વિકટ્રીનું સીમબોલ બનાવ્યું. કહેવા માટે આ ત્રણ શબ્દો છે જે તેના ફોટોશૂટના કેપ્શનમાં લખવામાં આવ્યા છે. પરંતુ, ધ્યાનથી વાંચો, જો કોઈ તેને પોતાના જીવનમાં ઉતારી લે તો સમજી લેવું કે તે પણ તેનું સ્થાન હાંસલ કરી લેશે.
અભિનેત્રીએ ત્રણ નિર્ભય, હિંમતવાન અને મજબૂત બનવાની વાત કરી છે જેને તે પોતે અનુસરે છે. જેમ તમે જાણો છો, રશ્મિની પ્રોફેશનલ લાઈફ ભલે સારી રહી હોય. પરંતુ, અંગત જીવનમાં તે હંમેશા સાચા પ્રેમની ઈચ્છા રાખે છે. સ્ક્રીન પર તેને ઘણો પ્રેમ મળ્યો પરંતુ વાસ્તવિક જીવનમાં કોઈ તેની સાથે જીવનભર ટકી શક્યું નહીં.
ઉલ્લેખનીય છે કે, 2012માં તેણે સીરિયલ ‘ઉતરન’ના કો-એક્ટર નંદિશ સંધુ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 1 વર્ષ બાદ બંને વચ્ચે અણબનાવ થઈ ગયો હતો. પછી આ લગ્ન ચાર વર્ષમાં જ તૂટી ગયા.
બિગ બોસ 13માં રશ્મિ દેસાઈનું નામ પણ અરહાન ખાન સાથે જોડાયું હતું. બંનેએ તેમના સંબંધો વિશે કબૂલાત પણ કરી હતી. પરંતુ, રશ્મિએ બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ અરહાન ખાન સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
ફિલ્મો અને સિરિયલો સિવાય રશ્મિ નચ બલિયે, ખતરોં કે ખિલાડી, બિગ બોસ જેવા ઘણા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચૂકી છે. આસામમાં જન્મેલી, રશ્મિ દેસાઈએ 2002માં આસામી ફિલ્મથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેનો એક નાનકડો રોલ હતો, જેમાં કોઈનું ધ્યાન ગયું ન હતું. બાદમાં તે ભોજપુરી ફિલ્મો તરફ વળી.
અભિનેત્રીની ભોજપુરી ફિલ્મોની યાદીમાં ‘ગજબ ભાઈ રામા’, ‘કબ હોએ ગવાના હમાર’, ‘નદિયા કે તીર’, ‘ગબ્બર સિંહ’નો સમાવેશ થાય છે.’તોહસે પ્યાર બા’, ‘દુલ્હા બાબુ’, ‘બંધન ટુટે’ જેવી ઘણી ફિલ્મોના’ અને ‘પપ્પુ કે પ્યાર હો ગઈલ’નો સમાવેશ થાય છે. અભિનેત્રીએ ભોજપુરી સિનેમામાં બોલ્ડ સીન પણ કર્યા હતા અને તેની ગણતરી બી-ગ્રેડ અભિનેત્રીઓમાં પણ થતી હતી. જોકે, હવે તે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.