ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સૌરાષ્ટ્ર રાજકોટના પ્રવાસે આવ્યા છે. સાંજે 7 વાગ્યે યોજવામાં આવેલી સભામાં ભીખુભાઈ પરમાર નામના આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ નોંધવવામાં આવ્યો હતો. આપના કાર્યકર ભીખુભાઈ ઘોડા પર સવાર થઈ તેલના ખાલી ડબા સાથે એક અનોખો જ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને આ અનોખો વિરોધ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવવાધારાથી આ કાર્યકર ઘોડા પર સવાર થઈ સભાસ્થળે આવી પહોંચ્યા હતા.
View this post on Instagram
અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થતા કાર્યકરો નાચવા લાગ્યા:
રાજકોટના શાસ્ત્રીમેદાનમાં યોજવામાં આવેલ સભામાં જ્યારે અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો નાચવા-કુદવા લાગ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભામાં મોટી જનમેદની ઉમટી પડી હતી. અંદાજે 10 હજાર જેટલા લોકો આ સભામાં ઉમટી પડ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.
સભાસ્થળે 400 પોલીસ જવાન ખડેપગે તૈનાત:
રાજકોટમાં સાંજે 6 વાગ્યે શાસ્ત્રીમેદાનમાં જંગી સભા યોજવામાં આવી હતી. જે સભામાં અરવિંદ કેજરીવાલ પર હુમલો થવાની ભીતિ આમ આદમી પાર્ટી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સભાસ્થળ પર પોલીસના કાફલા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે કેજરીવાલની જાહેરસભા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા રાહતનો શ્વાસ લીધો હતો. સભાસ્થળે 400 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.