ફોર્ચ્યુનર કારે એક્ટિવા ચાલકને અડફેટે લઇ 5 ફૂટ ઉંચે હવામાં ઉલાળ્યો, ત્રણ બહેને પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજકોટ(ગુજરાત): રાજકોટ(Rajkot)ના કાલાવડ રોડ(Kalavad Road) પર એક ગંભીર અકસ્માત(Accident) સર્જાયો છે. જેમાં કોસ્મોપ્લેક્સ સિનેમા(Cosmoplex Cinema) નજીક એક સ્પીડમાં આવતી ફોર્ચ્યુનર કારે(Fortune Car) એક્ટિવા(Activa) ચાલકને ટક્કર મારી હતી. એક્ટિવા ચાલક યુવક હવામાં પાંચ ફૂટ ફંગોળાઈને રોડ પર અથડાયો હતો. આ યુવકના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી કંકોત્રી આપવા જતો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ(Hospital) લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જણાવી દઈએ કે, આ ઘટનામાં ત્રણ બહેને પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. મનીષ તરૈયા નામનો 27 વર્ષનો યુવક તેની પિતરાઈ બહેનના લગ્નમાં કંકોત્રી આપવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન, ફોર્ચ્યુનર કારે તેને એડફેટે લીધો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ નિવૃત પીઆઈ ભૂપતભાઈ તરૈયાના પુત્ર તરીકે થઈ છે.

અકસ્માત સર્જાતા લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. અત્રે ઉલેખનીય છે કે, પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી ઉંધી વળી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ઉંધા માથે પટકાઇ હતી. અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટલી હતી. જોકે, કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

જોકે, કારમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. આ કારનો અકસ્માત થતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ચાલકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે આજુબાજુમાં વાહનો પસાર થતા ન હોવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.

થોડા દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી ઉંધી વળી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ઉંધા માથે પટકાઇ હતી. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *