ગુજરાત(Gujarat): નવાપુર(Navapur) તાલુકાના વડખુટ(Vadkhut) ગામની 21 વર્ષની યુવતી તેની બહેનપણી સાથે આઈટીઆઈનું અંતિમ પેપર મોટરસાઈકલ પર આપવા માટે ગઈ હતી. આ સમય દરમિયાન નવાપુર તાલુકાના નવી સાવરત ગામ નજીક ટ્રક-મોટર સાયકલની જોરદાર ટક્કરમાં એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
વડખુટ ગામની વાતની આરતી સુમન ગાવિત (21 વર્ષ) જે આઈટીઆઈમાં પોતાનો અભ્યાસ કરે છે. આઈટીઆઈમાં પરિક્ષા શરુ હોય અને આરતીનું આજે અંતિમ પેપર હતું. આરતી ઘરેથી મોટરસાઈકલ પર બહેનપણી ક્રિષ્ણા ગાવિત (23 વર્ષ) (રહે. પાટીબેડકી) બંને સાથે નીકળ્યા હતા. સવારે નવી સાવરટ ગામ પાસે હાઇવે પર એક ટ્રેલરે આરતીની મોટર સાઈકલને જોરદાર ટક્કર મીર હતી.
આ અકસ્માત આરતી રોડ પર પટકતા તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેની યુવતીને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત અંગેની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનોને થતાં મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવતીના મોતથી ગામમાં માતમ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.