ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં પરિવર્તનની લહેર સાથે આમ આદમી પાર્ટી(AAP)ની પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે અલગ અલગ સ્થળે લોકો દ્વારા આ પરિવર્તન યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે. આ પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ આવનારી ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે અને તેની સાથે સાથે આમ આદમી પાર્ટી એક જનમત પણ લઈ રહી છે. જેમાં મહત્વના મુદ્દાઓ પર ગુજરાતની જનતા પાસેથી અભીપ્રાય લેવામાં આવી રહ્યા છે. પહેલીવાર જનતાને અભૂતી થઈ રહી છે કે, ગુજરાતમાં કોઈ એવી પાર્ટી છે જે પ્રજાના પ્રશ્નો પર પણ ધ્યાન આપી રહી છે.
ગઈકાલે જામનગર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના દ્વારા ઠેબા ગામના ગ્રામજનો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો અને લોકોના પ્રશ્નો અને અભિપ્રાયો પણ સાંભળ્યા હતા.
સાથે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ઉપાધ્યક્ષ નિમિષા ખુંટ તથા યુથવિંગ પ્રમુખ પ્રવીણ રામની હાજરીમાં સાવરકુંડલા ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી આયોજિત પરિવર્તન યાત્રાને અમરેલી જિલ્લાના રાજુલા નગરમાં જબરજસ્ત લોકસમર્થન મળી રહ્યું છે. રાજુલા નગરમાં પરિવર્તન રેલીમાં ટ્રેકટર સાથે અનેક ખેડૂતો આ રેલીમાં જોડાયા અને રાજુલાના યુવાનો દ્વારા આ પરિવર્તન યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો.
આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાને મળેલી સફળતાને કારણે ભાજપ કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે. ગુજરાતમાં આજદિન સુધી આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા કોઈ પાર્ટીની નીકળી નથી. આ પરિવર્તન યાત્રાનું નામ ગુજરાતના ઇતિહાસમાં નોંધાશે.
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જુઓ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે જે લોકોના પ્રશ્નો પર ધ્યાન આપે છે. ગુજરાતમાં પરિવર્તન યાત્રા જેવી ઐતિહાસિક યાત્રા આજ સુધી કોઈ પાર્ટીએ કરી નથી. આ પરિવર્તન યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ આવનારી ચૂંટણીમાં જીતનો પાયો નાખ્યો છે. પરિવર્તન યાત્રાની સફળતાથી ભાજપ અને કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.