AAPના નગરસેવિકા પાયલ સાકરિયા લડી લેવાના મુડમાં- કહ્યું કે, નરક સમાન ખાડીને પેક કરો નહિતર…

સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) 27 બેઠક જીત્યા બાદ લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને હલ કરવાની તમામ કોશિશો કરી રહી છે. ત્યારે શહેરના પુણાગામ(Punagam) વોર્ડ…

સુરત(Surat): શહેરમાં આમ આદમી પાર્ટી(AAP) 27 બેઠક જીત્યા બાદ લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને હલ કરવાની તમામ કોશિશો કરી રહી છે. ત્યારે શહેરના પુણાગામ(Punagam) વોર્ડ નંબર 16માંથી પસાર થતી નરક સમાન ખાડી જે લોકોના આરોગ્ય જોખમમાં મુકતી અને દુર્ગધ અને ખાડી પુર જેવી સમસ્યાઓનો ઉદ્દભવ કરતી ગંદી ખાડીને બોક્સ ડ્રેઈન કરીને પેક કરવાનું કામ ચાલુ કરાવવા તેમજ વિસ્તારમાં રસ્તા ઉપર નડતરરૂપ હાઇટેનશન લાઇન જે અકસ્માત અને ટ્રાફિક માટે નડતરરૂપ છે તો તેને હટાવવા માટે તંત્રને વારંવાર કહેવામાં આવે છે તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા નથી.

પુણાગામ વિસ્તારમાંથી પસાર થતી નરક સમાન ખાડી પેક કરવાનું કામ શરૂ કરવામાં આવે તેમજ રસ્તાઓ માંથી પસાર થતી હાઇટેનશનની લાઈનો દૂર કરવાની માંગને લઈને વિસ્તારની ગૌતમપાર્ક સોસાયટીમાં રામધૂન અને હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા હતા અને સતા પક્ષ વિરુદ્ધ અને તંત્ર વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

આ અંગે વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના નગરસેવક પાયલ સાકરિયાએ કહ્યું હતું કે, ” પુણાગામ વિસ્તારમાં વર્ષો જૂની ખાડી અને હાઇટેનશનની સમસ્યાઓ છે અને અમારા દ્વારા વારંવાર રજૂઆતો વારંવાર બોર્ડમાં પણ આ બાબતે રજૂઆતો કર્યા બાદ ખાડી બોક્સ ડ્રેઇન નું કામ મંજુર કરવામાં આવ્યું પરંતુ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી.

વધુમાં તેમણે જણાવતા કહ્યું છે કે, પુણાગામ વિસ્તારમાં નડતરરૂપ હાઇટેનશનની લાઈનોના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે જેથી તે દૂર કરવાની માંગ કરવામાં આવી છે અને તંત્ર અને શાસક પક્ષને વિનંતી છે કે, જો તમારી આંખો ઉઘડે તો ખાડી પેક કરવાનું કામ શરૂ કરવાની તેમજ હાઇટેનશનની લાઈનો હટાવવાનું કામ શરુ કરવામાં આવે. જેને લઈને રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરીને ભગવાનને પ્રાથના કરી” તેમજ આગામી સમયમાં જો આ કામ શરૂ કરવામાં નહિ આવે તો લોકોને સાથે રાખીને અલગ અલગ કાર્યક્રમો આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *