ડાયાબિટીસ માટે લવિંગના ફાયદા: ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ડાયાબિટીસ (Diabetes)ની બીમારી ન હોય, આ દેશને ‘ડાયાબિટીસ કેપિટલ’ પણ કહેવામાં આવે છે કારણ કે અહીં આ રોગથી પીડિત લોકોની સંખ્યા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં ડોક્ટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાતો સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખાવાની સલાહ આપે છે જેથી બ્લડ શુગર લેવલ(Blood sugar level) જાળવી શકાય.
ડાયાબિટીસના દર્દીઓએ લવિંગનું સેવન કરવું જોઈએ:
ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલાનો ઉપયોગ આપણે ભોજનની સુગંધ અને સ્વાદ વધારવા માટે કરીએ છીએ, પરંતુ તે આયુર્વેદના ખજાનાથી ઓછું નથી. ચાલો જાણીએ લવિંગના ઔષધીય ગુણો વિશે.
લવિંગ ખાવાના અદ્ભુત ફાયદા:
1. ડાયાબિટીસમાં ફાયદાકારક:
લવિંગમાં નાઇજિરિયન નામનું તત્વ હોય છે, જે લોહીમાંથી ખાંડને શોષવાનું કામ કરે છે અને સ્વાદુપિંડને ઇન્સ્યુલિન સ્ત્રાવ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ જ કારણ છે કે લવિંગ ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
2. હાડકાંને મજબૂત બનાવે છે:
ઘણી વખત આપણા હાડકાંની ઘનતા ઘટી જાય છે, જેનાથી ઓસ્ટીયોપોરોસીસ અને ફ્રેકચરનો ખતરો રહે છે, આવી સ્થિતિમાં જો લવિંગને નિયમિત રીતે ચાવવામાં આવે અથવા ખાવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો હાડકાની ઘનતા વધે છે. જેથી શક્તિ મળે છે.
3. ઓરલ હેલ્થ માટે સારું:
લવિંગનો ઉપયોગ કુદરતી માઉથ ફ્રેશનર તરીકે થાય છે, જેનાથી મોંમાંથી દુર્ગંધ આવતી નથી. જો તમારા દાંતમાં કોઈ સમસ્યા છે તો તેને આ મસાલા દ્વારા દૂર કરી શકાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો ઘણીવાર લવિંગના પાણીના કોગળા કરવાની ભલામણ કરે છે. આનાથી જીન્જીવાઇટિસ અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.