અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. એવામાં વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ (Gondal)માં જામવાડી ગામ પાસે હિટ એન્ડ રન (Hit and run)નો બનાવ બન્યો છે. જેમાં બેફામ ગતિએ આવતી કારે બાઈકને અડફેટે લેતા ચોરડી ગામના આધેડનું મોત નીપજયું છે. જયારે તેનો મિત્રને હાલ સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ખસેડવામાં આવ્યો છે.
અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો:
મળતી માહિતી અનુસાર, બળભદ્રસિંહ મહીપતસિંહ ઝાલા ગોંડલના ચોરડી ગામના રહેવાસી છે. તેઓ ગત તા.5/6ના બપોરે પોતાનું બાઇક લઇ તેમના મિત્ર ગીરીશ વાઘેલા સાથે વાડીએથી ગોંડલમાં આવેલી તેમની અલંકાર હોટલે આવી રહ્યા હતા.
આ દરમિયાન જેતપુર ગોંડલ હાઇવે પર જામવાડી ગામ નજીક સરસ્વતી ઓઇલ મીલ પાસે પહોંચતા પૂરપાટ ઝડપે આવતી અજાણી કારના ચાલકે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તેમજ અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં બળભદ્રસિંહ મહીપતસિંહ ઝાલાનું મૃત્યુ નીપજ્યું છે. જયારે તેમનો મિત્ર હાલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અજાણી કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ:
અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જયારે આ અકસ્માતમાં બંન્નેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન બળભદ્રસિંહનું મોત નીપજયું હતું. જયારે તેના મિત્ર હાલ સારવાર હેઠળ છે. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે મૃતકના ભાઇ વિજયસિંહ મહિપતસિંહ ઝાલાની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.