હચમચાવી દેતો વિડીયો- સામેથી આવતી કાર કુદવાના પ્રયાસમાં એવો અકસ્માત સર્જાયો કે…

સોશિયલ મીડિયા (Social media) પર તમે ઘણીવાર સ્ટંટ કરતા લોકોના અદ્ભુત સ્ટંટ (Awesome stunt) વીડિયો જોયા હશે. કેટલીકવાર આ સ્ટંટ ખૂબ જ ખતરનાક સાબિત થાય છે તો ઘણીવાર એવું લાગે છે કે, આતો ખુબ જ સરળ છે. પરંતુ જો સ્ટંટ કરવામાં થોડી ચૂક થઇ તો ભયંકર પરિણામ ભોગવવાનો વારો આવે છે. એક વાત તો છે કે, કોઈ પણ સ્ટંટ પાછળ ખુબ મહેનત કરવી પડે છે. જો નાની એવી ચૂક થઇ જાય છે તો, જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હાલમાં જ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. (Man try to jump over moving car viral video) જેમાં એક માણસ ખૂબ જ આશ્ચર્યજનક સ્ટંટ કરતો જોવા મળે છે. જે જોઈને તમારા રુવાડા બેઠા થઇ જશે.

હાલમાં જ ટ્વિટર એકાઉન્ટ @AwardsDarwin_ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે ઘણો ખતરનાક છે. વીડિયો વિશે જણાવતા પહેલા અમે તમને ચેતવવા માંગીએ છીએ કે આ પ્રકારના સ્ટંટને ભુલીને પણ કરવાનો પ્રયાસ ન કરો કારણ કે તેનાથી તમારો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. અમે જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં એક વ્યક્તિ ચાલતી કાર પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કારની ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ શખ્સ
વીડિયો જોઈને લાગે છે કે તે કોઈ આફ્રિકન દેશનો છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઇ નથી. એક માણસ સ્પીડમાં રસ્તા પર દોડવા લાગે છે. બીજી બાજુથી એક કાર પણ તેની તરફ આવતી દેખાય છે. જેવો વ્યક્તિ તે કારની નજીક પહોંચે છે, તે હવામાં ગોળ ગોળ ફેરવીને ઉપરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો અને તે કારના કાચ સાથે અથડાઈને સીધો જમીન પર પડી ગયો. તેની ટક્કરથી કારનો કાચ પણ તૂટતો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આ વીડિયો જોઈને એક વ્યક્તિ એટલો ચોંકી ગયો કે તેણે કહ્યું કે આ વીડિયો માત્ર 12 સેકન્ડનો છે પરંતુ 5 મિનિટ સુધી આ જોઈને તે દંગ રહી ગયો. એક વ્યક્તિએ પૂછ્યું કે, શું આવી ટક્કર પછી તેનું મૃત્યુ થયું? વિડીયો જોનારા દરેક લોકોની આંખો પહોળી થઇ ગઈ હતી. અને હાલ આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *