વડોદરા(ગુજરાત): પૂર હોય કે અન્ય કોઈ આફત, પોલીસ(Police) ખડપગે હંમેશા જનસેવા અને સુરક્ષા માટે તત્પર હોય છે. જેનું ઉદાહરણ વડોદરા(Vadodara) શહેરના જેલ રોડ પર જોવા મળ્યું હતું. જેમાં ઈજાગ્રસ્ત યુવતીને એમ્બ્યુલન્સ(Ambulance)ની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડી સારવાર માટે સયાજી હોસ્પિટલ(Sayaji Hospital)માં લઈ જવામાં આવી હતી. આ ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)ના ધ્યાન પર આવી હતી, જેમણે ટ્વીટ કરીને પ્રશંસનીય કાર્ય કરનાર ASI સુરેશ હિંગલાજીયા(Suresh Hinglajia)ની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, “પોલીસ ફોર્સને સો સલામ પણ ઓછી પડે.”
Even 100 salutes are less for the job done by police force.
Jai hind?? pic.twitter.com/iH4gmKEUIa
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2022
પોતાની ફરજ દરમિયાન સાથે કફન લઈને ફરતા પોલીસ જવાનની કહાની તો દરેક જાણે જ છે. ASI સુરેશભાઈ હિંગલાજિયા અગાઉ મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. જ્યાં તેઓ હાઇવે પેટ્રોલિંગમાં ફરજ બજાવતા સમય જ્યારે કોઈ રાહદારીનો અકસ્માત સર્જાય અને મૃત્યુ પામે ત્યારે રસ્તા પર ખુલ્લા પડેલા મૃતદેહને ઢાંકવા માટે કોઈ કાપડ પણ હોતું નથી. જેથી ASI સુરેશભાઈ ત્યારથી જ પોતાની ફરજ દરમિયાન એક કફન સાથે લઈને ફરે છે. તેમની આ માનવસેવા અગાઉ પણ પોલીસ વિભાગ દ્વારા બિરદાવવામાં આવી છે.
View this post on Instagram
ત્યારે જાણવા મળ્યું છે કે, ગઈકાલે ફરી વડોદરા શહેરના પોલીસ જવાન સુરેશભાઈ હિંગલાજિયાએ માનવતા મહેકાવી છે. સુરેશભાઈ હિંગલાજિયા રાવપુરા SHE ટીમની PCRમાં ફરજ બજાવતા હતા. ત્યારે જેલ રોડ પર વરસાદ બાદ અચાનક વાહનો સ્લિપ થવાની ઘટનાઓ સામે આવી હતી. અનેક વાહનચાલકો રસ્તા પર પડી જતાં ઇજા પહોંચી હતી, જેથી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
આ દરમિયાન, એમ્બ્યુલન્સ આવે એ પહેલાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવતીને ASI સુરેશભાઈ PCRમાં બેસાડીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલ પર પહોંચ્યા બાદ સ્ટ્રેચરની રાહ જોયા વિના જ તેને ઊંચકીને ઇમર્જન્સી વોર્ડ સુધી પહોચાડી હતી. જાણવા મળ્યું છે કે, સમગ્ર ઘટનામાં અકસ્માતગ્રસ્ત યુવતીને ત્વરિત સારવાર મળી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોલીસ જવાનની કામગીરીને બિરદાવી સો-સો સલામ પાઠવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.