કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ નહિ જીતે 70 સીટ, ભાજપને હારવાની બીક છે એટલે રાહુલ ગાંધીને કરે છે હેરાન

ગાંધીનગર(Gandhinagar): હાલ ગુજરાત (Gujarat)માં વિધાનસભાની ચૂંટણી (Assembly elections)નો માહોલ જામી રહ્યો છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ(Congress President) જગદીશ ઠાકોર(Jagdish Thakor) દ્વારા આ અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. જગદીશ ઠાકોરે દાવો કર્યો છે કે, ભાજપને આ વખતની ચૂંટણીમાં 70થી વધુ બેઠકો જીતી નથી.

રાજ્યપાલને મળ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, AICC તરફથી કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આજે રાજ્યપાલને મળીને આવેદનપત્ર આપવાનું હતું. સમય ન આપ્યો હોત તો રાજભવનનો ઘેરાવ કરવાનો હતો. ED અવાજ દબાવનો પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીના હોમ સ્ટેટમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં સર્વેનું ત્રણ આવ્યું છે કે, 70થી વધુ બેઠક ભાજપની આવી નથી. વતનમાં પરિણામ સારું ન આવે તો બંનેને વતન આવવુ પડે. હાર ભાળી જતા રાહુલ ગાંધીને મેન્ટલી ટર્ચર કરવામાં આવે છે. ભાજપને ઇંટનો જવાબ પથ્થરથી કોંગ્રેસ આપશે. જગદીશ ઠાકોર દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હતું.

રાજકોટ: મળતી માહિતી અનુસાર, ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના અહેવાલોનો અંત આવ્યો છે. આજે પત્રકાર પરીષદ કરીને નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવું. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ.

શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો હતો. રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો હતો. હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શુ કરાવે એ નક્કી નહિ. નરેશ પટેલના આ નિર્ણયને ભાજપ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે.

આ અંગે સી.આર.પાટીલે જણાવ્યું છે કે, નરેશ પટેલ ખૂબ સમજદાર વ્યક્તિ છે. સમાજ સાથે વાર્તાલાપ કર્યા બાદ તેમણે નિર્ણય કર્યો છે. નરેશ પટેલે જે નિર્ણય કર્યો તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. નરેશ પટેલના નિર્ણય અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાનું નિવેદન આપ્યું છે.

ખોડલધામ ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ હોલમાં બંધ બારણે મિટિંગ મળી હતી. આ મીટીંગ ખોડલધામનાં ટ્રસ્ટીઓ તેમજ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન હોદ્દેદારો તેમજ સોમનાથ અતિથિ ભવનના પ્રમુખ સાથેમળી હતી. આ મીટિંગ પત્યા બાદ આજે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *