ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) દ્વારા વિધાનસભાની ચૂંટણી(Assembly elections) પહેલા જનતાના મુદ્દાઓ ઉઠાવવા માટે તમામ પ્રકારની કોશિશો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જ ગુજરાતમાં વીજળી મોંઘી હોવાના મુદ્દાને લઇને આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના લોકોને વીજળી સસ્તી મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા વીજળી સસ્તી કરો આંદોલનની શરૂઆત કરવામાં આવી છે તે ભાગરૂપે ગઈકાલના રોજ અલગ અલગ સ્થળેથી મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના વીજળી સસ્તી કરો આંદોલન દરમિયાન અમદાવાદમાં પણ આંદોલન શરુ થઇ ગયું છે. જેમાં શહેરના વટવા ખાતેર બેનર મશાલ લઈને ઊભા રહેલા આપના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી તથા અન્ય કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે બીજી બાજુ સુરતના કાપોદ્રા વિસ્તારમાં વીજળી સસ્તી કરો આંદોલન દરમિયાન બેનર મશાલ લઈને ઉભા રહેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કુંદન કોઠીયા, ધર્મેન્દ્ર વાવલિયા, ઘનશ્યામ મકવાણા, તેમજ રજનીકાંત વાઘાણી, પરિમલ કાનાણી, રવી કળથીયા, દિશાંત પાંચાણી અને હરેશભાઈ કોઠિયાની ધરપકડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ થયેલા નગરસેવક અને કાર્યકર્તાઓએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ભાજપના લોકો ગુજરાતમાં આટલી મોંઘી વીજળી વેચી રહ્યા છે, બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મફત વીજળીની જાહેરાત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી લોકોને જાગૃત કરવા માટે આ વીજળી આંદોલન શરૂ કરવા જઈ રહી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વીજ કંપનીઓ સાથે મળીને તેમને કઈ રીતે લૂંટી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પણ હજુ રેલી, પદયાત્રા જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવશે અને રાત્રે મશાલ યાત્રા કાઢીને વીજ બિલ ફાડવાનો કાર્યક્રમ પણ યોજાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.