પત્ની સુતી હતી ને, તબીબ પતિએ બીજી રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો

પારડી(Pardi): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. એવામાં વધુ એક વ્યક્તિએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, વલસાડ(Valsad) જિલ્લાના પારડીમાં હોસ્પિટલ(Hospital) ચલાવતા એક જાણીતા તબીબ (Doctor)નો ઘરમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક અને તેમના પત્ની બન્ને વ્યવસાયે તબીબ છે અને પારડીમાં હોસ્પિટલ ચલાવે છે. હાલ આ અંગે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, મૃતક તબીબ ડો.અંકિત દેસાઇ અને તેમના પત્ની પારડી શહેરના મધ્યમાં નેત્રદંત નામની જાણીતી હોસ્પિટલ ચલાવે છે. એવામાં તબીબના માતાપિતા રાજસ્થાન ગયા હતા ત્યારે અગમ્ય કારણોસર તબીબનો મૃતદેહ ઘરમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પડદો લગાવવાની પાઇપ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

મૃતક તબીબ અંકિત દેસાઈના માતા પિતા વલસાડના પાલી વિસ્તારમાં રહે છે અને શનિ-રવિ તેઓ પરિવાર સાથે મળે છે. પરંતુ થોડા દિવસથી તેમના માતા-પિતા પણ ફરવા રાજસ્થાન ગયા હતા. ત્યારે તબીબ અને તેમના પત્ની રાત્રે સૂઈ ગયા હતા. આ દરમિયાન અચાનક જ મોડી રાત્રે પતિ અંકિત દેસાઇ રૂમમાં ન જોવા મળતા તેમની પત્નીએ તપાસ કરતા ઘરના જ એક રૂમમાં પડદો લગાવવાના પાઇપ સાથે તેમનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ જોઈ તેમની પત્નીએ તેમના અન્ય એક સ્વજનને તેની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને બોલાવવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, તેમજ તપાસ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં મૃતક ડોક્ટર અંકિત દેખાઈએ આપઘાત કર્યો છે કે તેમના મોતનું કોઈ અન્ય કારણ છે. આ બાબતે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે, પોલીસ આવે એ પહેલાજ મૃતદેહને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો.

જેના કારણે આ મામલે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ આ મામલે તબીબના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમજ તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *