ગુજરાત(Gujarat): રાજ્યમાં દારૂબંધી માત્ર ગોળ મીંડું છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા શિસ્તબદ્ધ ભાજપ(BJP) પાર્ટી કરી રહી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની હાજરીમાં જ દારૂની મહેફિલ જામી હોવાનો વિડીયો વાયરલ થતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મહિસાગરના બાકોર(Bakor)માં ભાજપના નેતાઓની દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નેતા સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ બાકોરના સુંદરવનના રિસોર્ટમાં મહેફીલ માણતો વિડીયો વાયરલ થતા રાજકારણમાં હાહાકાર મચી ગયો છે. આ દારૂ પાર્ટીમાં ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, ભાજપના મહામંત્રી અને કાર્યાલય મંત્રી સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. આ પાર્ટીમાં નેતાઓ નશામાં ધુત થઈને અને ડીજેના તાલે બરોબરના નાચ્યા હતા. તો બીજી બાજુ શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટી આ મામલાઅંગે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે કેમે તે પણ એક સળગતો સવાલ છે.
માત્રને માત્ર એટલું જ નહી બાકોર ખાતે આવેલા રિસોર્ટમાં ધારાસભ્ય દ્વારા જ પાર્ટી આયોજિત કરાઈ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે અને ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ વાયરલ વિડીયોમાં દેખાતા ભાજપના નેતાઓ જાણે ગાંધીના ગુજરાતમાં ન હોય તેવી રીતે ડીજેના તાલે દારૂના નશામાં ઝૂમતા નજરે પડી રહ્યા છે.
ત્રિશુલ ન્યુઝના સળગતા સવાલો:
ગુજરાતમાં તો દારૂબંધી છે છતા કેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે? દારૂબંધીના નિયમના કેમ ઉડી રહ્યા છે લીરેલીરા? ભાજપના નેતાઓ જ દારૂ પીશે તો પછી જનતા શું શીખસે? શું ગુજરાતમાં નેતાઓને દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.