30 હજાર રૂપિયે કિલોનાં ભાવે વેચાઇ રહી છે આ શાકભાજી, PM મોદીને પણ છે ઘણી જ પસંદ

ગુચ્છી મશરૂમ ઔષધી ગુણોથી ભરપુર હોય છે. તેનું ઔષધીય નામ માર્કુલા એસ્ક્યૂપલેટા છે. આ સ્પંજ મશરૂમનાં નામથી દેશભરમાં જાણીતી છે. તે સ્વાદમાં બેજોડ અને ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. સ્થાનિક ભાષામાં તેને છતરી, ટટમોર અથવા ડુંઘરૂ પણ કહેવામાં આવે છે. ગુચ્છી ચંબા, કુલ્લૂ, શિમલા, મનાલી સહિત ઘણી જગ્યાએ જોવા મળે છે. ગુચ્છી મશરૂમ જંગલો અને પહાડી વિસ્તારોમાં મળી આવે છે. આ એક મોંઘી સબ્જી છે. તેને સબ્જી તરીકે આરોગવામાં આવે છે. હિમાચલની મોટી હોટલોમાં પણ આનું સપ્લાઈ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વાર કેટલાક પત્રકારોને જણાવ્યું હતુ કે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય હિમાચલનું મશરૂમ છે. પ્રધાનમંત્રી તેને ઘણું જ પસંદ કરે છે. પીએમ મોદી ઘણા વર્ષો સુધી પાર્ટી કાર્યકર્તા તરીકે હિમાચલ પ્રદેશમાં રહી ચુક્યા છે. પીએમ મોદી રોજ આ મશરૂમ નથી ખાતા, પરંતુ તેમણે કહ્યું છે કે તેમને આ મશરૂમ ઘણું જ પસંદ છે.

આ મશરૂમમાં બી કૉમ્પ્લેક્ટ વિટામિન, વિટામિન ડી અને કેટલાક જરૂરી એમીનો એસિડ મળી આવે છે. આને આરોગવાથી હ્રદય રોગનાં હુમલાની શક્યતાઓ ઘટી જાય છે. આની માંગ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ યૂરોપ, અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટઝરલેન્ડ જેવા દેશોમાં પણ છે.

30 હજાર રૂપિયાની કિંમતમાં વેચાનાર ગુચ્છી મશરૂમને ‘સ્પંજ’ પણ કહેવામાં આવે છે. આ મશરૂમ શિમલા જિલ્લાનાં લગભગ તમામ જંગલોમાં ફેબ્રુઆરીથી લઇને એપ્રિલ મહિના સુધી જ મળે છે. આ સબ્જીની ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, યૂરોપ, ફ્રાન્સ, ઇટાલી અને સ્વિટઝરલેન્ડ જેવા દેશોમાં પણ માંગ છે.

આ મશરૂમનાં સેવનથી હ્રદય રોગનાં હુમલાની શક્યતા ઓછી થાય છે અને ઘાતક બીમારીઓ દૂર થાય છે. આ ઉપરાંત મેદસ્વિતા, શરદી અને સ્તન કેન્સર તેમજ ટ્યૂમરને પણ રોકે છે. ગુચ્છી મશરૂમ કીમોથેરોપીથી આવનારી નબળાઈ દૂર કરવામાં પણ મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *