બવ ખાધી કેરી હવે ખાવ ‘કેરીના પાન’ – શરીરને એટ એટલા ફાયદા કરે છે કે… જાણો વિગતવાર

કેરી એ વિશ્વભરના સૌથી લોકપ્રિય ફળોમાંનું એક છે અને તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે બધાને ઉનાળામાં આ સ્વાદિષ્ટ ફળનું સેવન કરવું સૌથી વધુ ગમે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આંબાના પાન પણ ખાઈ શકાય છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાંદડાનો ઉપયોગ ઘણા વિસ્તારોમાં ચા બનાવવા માટે પણ થાય છે. કેરીના પાનમાં વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

કેરીના પાનથી ચામડીની  સમસ્યાઓ દૂર કરી શકાય છે, તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. કેરીના પાન ત્વચાની શુષ્કતા ઘટાડવામાં મદદ કરે છે. પાંદડામાં હાજર એન્ટિબેક્ટેરિયલના કારણે ત્વચાની બળતરાને પણ સારવાર કરી શકાય છે.

કેરીના પાનમાં એન્થોસાયનીડિન નામના ટેનીન હોય છે. તેનો ઉપયોગ શરૂઆતની  ડાયાબિટીસની સારવારમાં થાય છે. આ માટે પાંદડાને સૂકવીને તેનો પાવડર બનાવી લો અને નિયમિતપણે પાવડરનું સેવન કરો. જે લોકોને હાઈ બ્લડપ્રેશર હોય તેઓ કેરીના પાનને ઉકાળીને ચા કે ઉકાળો બનાવીને પી શકે છે. તેમજ જે લોકો બેચેનીથી પીડાતા હોય તેમના માટે આંબાના પાનનો ઉકાળો ખૂબ જ ફાયદાકારક છે.

આંબાના પાન અને લાકડાનો ઉપયોગ પ્રાચીન કાળથી પૂજાની વિધિમાં કરવામાં આવે છે. કલશની ઉપર કેરીના પાન રાખવામાં આવે છે. તે જ સમયે, ડોકટરો આંબાના પાંદડામાંથી બનેલી ચા પીવાની ભલામણ કરે છે. કેરીના પાનમાં ફાયબર, વિટામિન સી અને પેક્ટીન હોય છે, જે ડાયાબિટીસમાં ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાંદડા સંજીવની બુટી સમાન છે, તેના સેવનથી બ્લડ સુગરને તરત જ નિયંત્રિત કરી શકાય છે.

આંબાના પાનમાંથી બનાવેલ પાઉડર કિડનીની પથરીમાં અસરકારક છે. આ માટે એક ગ્લાસમાં એક ચમચી કેરીના પાનનો પાવડર નાખીને આખી રાત પાણી પલાળી રેહવા દો અને તે પાણી સવારે પી લો. તેનાથી પથરી તૂટી જશે અને પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જશે. કેરીના પાન ત્વચાની ખંજવાળ અને ઘાને મટાડવામાં અત્યંત મદદરૂપ છે. આ પાંદડાને પીસીને લેપ બનાવો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને ઈજા અથવા દાઝીને સરળતાથી રૂઝ આવે છે.

પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ કેરીના પાન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ માટે કેરીના કેટલાક પાનને પાણીમાં પલાળી રાખો અને તેને ઢાંકીને રાખો. આ પાણી સવારે ખાલી પેટ પીવાથી તમને ફાયદો થશે. કેરીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા વાળ માટે ફાયદાકારક છે અને તેને નુકસાનથી બચાવી શકે છે. કેરીના પાન વાળના વિકાસમાં મદદ કરે છે અને ખરવા પણ દેતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *