જુઓ કેવીરીતે ગણતરીની સેકન્ડોમાં બુકાનીધારી યુવતીએ ગાયબ કરી દીધું 22 હજાર રોકડ ભરેલું પર્સ

લુંટ (Robbery)ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને કડી શહેરમાં અવાર નવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી જ રહે છે.…

લુંટ (Robbery)ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને કડી શહેરમાં અવાર નવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ફ્રુટ(Fruit) ખરીદતી મહિલાની બેગમાંથી 22 હજારની રોકડ ભરેલું પર્સ સેરવી આંખના પલકારામાં બે બુકાનીધારી યુવતીઓ ગાયબ થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાને કારણે હાલ એ ફૂટેજ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહિલા હોસ્પિટલમાં પૈસા આપવા જઇ રહી હતી:
કડી શહેરમાં ચોરી અને લૂંટની ઘટના કઇ નવી વાત નથી. ત્યારે આ વધુ એક ઘટનામાં કડીના ગોવિંદપુરા ગામની મહિલા તેના સંબંધી કલોલ ખાતે હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી તેમને પૈસા આપવા માટે નિકળી હતી. આ દરમિયાન કડીની બજારમાં ડીલક્ષ મેડિકલ ખાતે દવા લઈ લારી ઉપર ફ્રૂટ ખરીદવા ઊભી રહી હતી. મહિલા લારી ઉપર ફ્રૂટની ખરીદી રહી હતી ત્યારે બે બુકાનીધારી યુવતીઓએ પાછળથી આવી મહિલાની નજરથી ચુકી પર્સ સેરવી લીધું હતું.

પોલીસે માત્ર અરજી લીધી: 
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાથી હાલમાં ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ જણાવ્યું કર, મહિલા જ્યારે ફ્રુટ લઇને પૈસા આપવા પર્સ ચેક કર્યું તો એમાં પૈસા નહોતા. ત્યારે હતપ્રત બનેલી મહિલાએ પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો કડી દોડી આવ્યા હતા અને પોલીસ મથકે જાણ કરતા પોલીસે માત્ર અરજી લઇ સંતોષ માંણ્યો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *