ધાંધિયા : મરેલા વ્યકિત નો સીટબેલ્ટ ન બાંધવા પર મેમો મોકલ્યો…

અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ…

અત્યારે દેશભરમાં મોટર વ્હીકલ એક્ટને લઈને દરેક લોકો સાચવીને રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે કે જેથી તેમને કોઈ દંડ ભરવો ન પડે. ગુજરાતમાં પણ આજથી એટલે કે 16 સપ્ટેમ્બરથી આ એક્ટ લાગુ થઈ ગયો છે. મોટી રકમના દંડના દંડના અનેક ફોટા હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ રાજસ્થાનમાં તો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 8 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરી દીધું છે.

રાજેન્દ્ર પાસે ટુ વ્હીલર હતું

રાજસ્થાનમાં ઝાલાવાડ શહેરના રહેવાસી રાજેન્દ્ર કેસરાનું સપ્ટેમ્બર 2011માં મૃત્યુ થયું હતું. આ વ્યક્તિના ઘરે તેમને વધારે સ્પીડમાં કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાને કારણે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી છે. હવે આ કેસમાં ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, રાજેન્દ્ર કેસરાએ તેમના જીવનમાં ક્યારેય કાર ચલાવી નથી. તેમના દીકરાએ કહ્યું કે, મારા પિતા વાસણ વેચતા હતા, તેમણે જીવનમાં ટુ વ્હીલર જ ચલાવ્યું છે.

આવું કેવી રીતે બની શકે?

રાજેન્દ્રના પરિવારને 11 સપ્ટેમ્બરે ઘરે લેટર મળ્યો હતો, જેમાં લખ્યું છે કે રાજેન્દ્ર કેસરાએ સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી તેમનું લાયસન્સ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કેન્સલ કરી દીધું છે. આ નોટિસ મળ્યા પછી રાજેન્દ્રનો આખો પરિવાર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *