બેફામ સિટી બસની ઘોર બેદરકારી- બ્રિજના પીલોર સાથે ધડાકાભેર અથડાતા એક વૃદ્ધા ઘાયલ – જુઓ વિડીયો

સુરત (Surat)માં અવાર નવાર સિટી બસ(City bus) ચાલકોની બેદરકારી સામે આવતી જ રહે છે. ત્યારે ફરી એક વાર આવી જ ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતમાં કતારગામ(Katargam) અને ચોક (Chowk)ને જોડતા ઓવરબ્રિજ નીચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ બ્રિજના પિલર સાથે ધડાકાભેર અથડાતા એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી હતી. જેથી રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. મુસાફરોએ જણાવ્યું હતું કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હોય તે રીતે બસ ચલાવતા અકસ્માત સર્જાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ:
આ એક વાર નહિ, પરંતુ આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે ફરી એક વાર કતારગામ અને ચોક વચ્ચેના ઓવરબ્રિજ નીચે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ (GJ-05-BX-3321)નો ચાલક બસને ગફલત ભરી સ્થિતિમાં ચલાવીને ઓવરબ્રિજ નીચેના પિલર સાથે અથડાવી દીધી હતી. જેના કારણે બસમાં ભરેલા મુસાફરોમાંથી એક વૃદ્ધ મહિલાને ઈજા પહોંચતી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય મુસાફરોને નાનો મોટો મૂઢમાર વાગ્યો હતો.

બસ અથડાતા આગળનો કાચ તૂટી ગયો:
આ અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે બસનો ચાલક દારૂના નશામાં હોય તે રીતે બસ ચલાવતો હતો. બસ અથડાયા બાદ આગળનો કાચ તૂટી ગયો હતો અને રસ્તા પર કાચ પડી ગયો હતો. જોકે બસ અથડાયા બાદ બ્રિજના પિલરને કોઈ મોટું નુકસાન સર્જાયું નહોતું. સાથે જ અન્ય મુસાફરોને પણ વધારે ઇજા ન પહોંચી હોવાથી તમામ લોકોએ હાંશકારાની લાગણી અનુભવી હતી.

તંત્રએ તપાસના આદેશ આપ્યા:
ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકે જણાવ્યું કે બ્રિજ નજીકથી પસાર થતાં વખતે સિટી બસના ચાલકે બ્રિજની ગડર સાથે બસને અથડાવી દીધી હતી. પ્રવીણ ચૌહાણ નામનો ડ્રાઇવર બસને ચલાવતો હતો. અકસ્માત થયા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે.

સમગ્ર ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે એક મહિલાને સામાન્ય ઇજા થઈ છે તેમજ સ્થાનિક લોકો દ્વારા બસમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઘટના અંગે કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે કોઈ માહિતી મળી નથી તેની પણ તપાસ થશે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *