વાંકાનેરની ભરજારમાં આવેલ ડ્રેસીસની દૂકાનમાં પંદર વર્ષીય સગીરા ઉપર દૂષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે. વાલીની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ પોસ્કો કલમ હેઠળ ગુનો પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી દૂકાનદાર ફરાર થઈ ગયો છે.
તસ્વીરો પ્રતીકાત્મક છે..
વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ દૂકાનમાં નોકરી નોકરી કરતી પંદર વર્ષીય સગીરાને બપોરના અરસામાં દૂકાન માલિક આરોપી વસીમ કાઝીએ ઠંડા પીણામાં કોઈ કેફી પીણુ પીવડાવી બેહોશ જેવી હાલતમાં કરી દઈ દૂષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી હતી. તદઉપરાંત આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીને આ બાબતની જાણ થતા ભોગ બનનાર સગીરા ભાનમાં આવતા સગીરાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે મુજબની સગીરાના વાલી દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂધ્ધ પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આરોપી ફરાર થઈ ગયો છે.
આરોપી નાસી છૂટતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું તપાસીનશ પી આઈ એચ.એન. રાઠોડે જણાવ્યું હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.