રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur)ના ગોપાલગઢ(Gopalgarh) પોલીસ સ્ટેશને એક ફ્રોડ(Fraud) ડોક્ટર(Doctor)ની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરે મહિલા દર્દીને ટીપાની બોટલમાં નશીલા પદાર્થ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના 23મી જુલાઈના રોજ બની હતી. મહિલાના પતિએ ગોપાલગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતા જણાવ્યું કે તેની પત્ની પેટમાં દુખાવાની સારવાર માટે ગોપાલગઢ શહેરમાં મસરુદ્દીનના ક્લિનિકમાં ગઈ હતી.
ડોક્ટર મસરુદ્દીને એ મહિલાને દુકાનની પાછળ ટીપાની બોટલ લગાવી અને ત્યાં પડદો નાખી દીધો. થોડા સમય પછી મહિલા બેહોશ થઈ ગઈ. મહિલા જ્યારે હોશમાં આવી ત્યારે તેના શરીર પર કોઈ કપડું નહોતું. મહિલાએ ડોક્ટરને પૂછ્યું કે તમે મારી સાથે દુષ્કર્મ આચર્યું છે, તો નારાધમાં ડોક્ટર હસવા લાગ્યો. ત્યારે ડોક્ટરે કહ્યું કે મેં તારી સાથે દુષ્કર્મ આચરી તારો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો છે.
કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી:
ડોક્ટરે મહિલાને ધમકી આપી હતી કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે તેને મારી નાખશે અને વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરી દેશે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ડોક્ટરે મહિલા સાથે અનેકવારદુષ્કર્મ આચર્યું હતું. જ્યારે મહિલા ડોક્ટરની હરકતોથી કંટાળી ગઈ ત્યારે તેણે તેના પતિને કહ્યું. મહિલાનો પતિ બહાર કામ કરે છે, ઘટનાની જાણ થતાં મહિલાના પતિ ઘરે આવ્યા અને આરોપી ડૉક્ટર મસરુદ્દીન વિરુદ્ધ ગોપાલગઢ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. કેસ નોંધ્યા બાદ પોલીસે મહિલાનું મેડિકલ કરાવ્યું અને આરોપીની ધરપકડ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.