ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ફરી વરસાદને લઈને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી(Rain forecast) કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જોકે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે જ રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર પછી કેટલીક જગ્યાઓ પર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો. મોડાસામાં બપોર પછી વરસાદ ખાબક્યો હતો. એકાએક ધોધમાર વારસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સમગ્ર દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોમાં ખુશી લહેર પ્રસરી ઉઠી હતી.
ઘણા દિવસના વિરામ પછી સુરત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વરસાદ આવવાને કારને બફારામાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ પછી ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.