આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) બુધવારે ભાજપ (BJP)ને મોટો સવાલ પૂછ્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું- ‘આપ’ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહી છે. ભાજપ ભયભીત છે. શું એ વાત સાચી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને સીએમ ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું છે? શું ભાજપ પણ ભૂપેન્દ્ર પટેલના કામથી નારાજ છે?
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ વખતે રાજ્યમાં AAP પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં જોવા મળી રહી છે. આ જ કારણ છે કે AAP કન્વીનર કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે છે.
10 ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવી છે:
AAPએ ગુજરાતમાં ઉમેદવારોના નામોની પ્રથમ યાદી પણ બહાર પાડી છે. ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, તેઓ પોતે અને પત્રકારમાંથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે.
10 લાખ નોકરીઓ આપવાની જાહેરાત:
બે દિવસ પહેલા ગુજરાત આવેલા કેજરીવાલે પોતાની બીજી મોટી ગેરેંટીની જાહેરાત કરી છે. કેજરીવાલે રાજ્યના બેરોજગારોને રોજગારની ગેરંટી આપી છે. દિલ્હીના સીએમએ જાહેરાત કરી છે કે, બેરોજગારોને રોજગાર ન મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. અમે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડશું. આ ઉપરાંત એમ પણ કહ્યું કે, ગુજરાતમાં પરીક્ષાના પેપર લીક ન થાય તે માટે આમ આદમી પાર્ટી કાયદો લાવશે. નોકરી અપાવવાના નામે થતી લાંચ રૂશ્વત રોકશે.
ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત:
અગાઉ કેજરીવાલે સુરતમાં પ્રથમ ગેરેંટીની જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું, આ દિવસોમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. આ એક મોટી સમસ્યા છે. વીજળીના ભાવ પણ સતત વધી રહ્યા છે. જેમ કે અમે દિલ્હીમાં મફત વીજળી આપી. પંજાબમાં ત્રણ મહિનામાં મફત વીજળી આપવામાં આવી. તેવી જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે મફતમાં વીજળી આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.