ઝારખંડ(Jharkhand)માં રાંચી-ટાટા(Ranchi-Tata) રોડ પર એક દર્દનાક માર્ગ અકસ્માત(Accident) થયો છે. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થિનીઓના મોત થયા છે. આ માર્ગ અકસ્માતથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ રસ્તો બ્લોક કરી દીધો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ માર્ગ અકસ્માત બંડુ પોલીસ સ્ટેશન(Bandu Police Station) વિસ્તારમાં બનેલા સૂર્ય મંદિર પાસે થયો હતો.
બેકાબૂ ટ્રકે 5 સ્કૂલની વિદ્યાર્થિનીઓને કચડી નાખી. આ અકસ્માતમાં 3 વિદ્યાર્થિનીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 યુવતીઓની હાલત ગંભીર છે. આ માર્ગ અકસ્માત બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો. જેના કારણે રાંચી-જમશેદપુર રોડ પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. માર્ગને અવરોધી રહેલા સ્થાનિક લોકોનું કહેવું છે કે, બંડુ સૂર્ય મંદિરની પાસે અવારનવાર માર્ગ અકસ્માતો થાય છે. અહીં દરરોજ લોકો મૃત્યુ પામે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોને સમજાવીને ટ્રાફિક જામ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, ફરિયાદ ના લખી ત્યાં સુધી ગ્રામજનો ત્યાં જ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે એક અનિયંત્રિત ટ્રકે રોડ ક્રોસ કરી રહેલી છોકરીઓને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ત્રણ છોકરીઓના મોત થયા છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. તેની હાલત નાજુક છે. દુર્ઘટનાની માહિતી મળતા જ બંદુ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઈજાગ્રસ્ત છોકરીઓને હોસ્પિટલ મોકલી હતી. જ્યારે મૃતક યુવતીઓના મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.