સુરતીઓ ફેરિયાઓથી ચેતીને રહેજો! જુઓ કેવી રીતે ચોરીને આપે છે અંજામ?

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં એક ચોરીની ઘટના(Theft incident) સામે આવી છે. એટલે રસ્તા પર ઉભેલા ફેરિયા પાસેથી કોઈ પણ પ્રકારની વસ્તુઓ, ફળ, શાકભાજી કે અન્ય વસ્તુઓ લેતા પહેલા સતર્ક રહેજો. કારણ કે, હાલમાં એક ફેરિયો મોબાઈલની ચોરી કરતો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના વરાછા વિસ્તારમાં આવેલ એકે રોડ સરસ્વતી સર્કલ નજીક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક એકટીવા ચાલક ફ્રુટ લેવા માટે રસ્તા પર ફેરિયા પાસે ઉભા રહે છે, થોડાક સમય બાદ એક ફેરિયો પોતાના હાથમાં રહેલી થેલીને પેલા ગ્રાહકને દેખાઈ નહી તેમ આડી રાખીને તેના ખીચામાંથી ફોન લઇ લે છે.

વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, કેવી રીતે ફેરિયો ચાલાકીથી ગ્રાહકના ઉપરના ખીચામાંથી ફોન જુટવી લે છે. માત્ર એટલું જ નહી પણ ફોન લીધા બાદ ભાગવા જઈ રહેલો ફેરિયો અંતે જેનો ફોન બુચ મારે છે એના હાથે જ ઝડપાઈ જાય છે. આ ઝપાઝપીમાં ગ્રાહકનું એકટીવા નમી જાય છે.

અત્ર ઉલ્લેખનીય છે કે, સૌ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. એટલે જયારે પણ રસ્તા પર રહેલા ફેરિયા પાસે ખરીદી કરવા જાવ તો સાવચેત રહેવું જોઈએ જે આ વિડીયો પરથી અંદાજ લગાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *