ગુજરાત(Gujarat): પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)ને લઈને સૌથી મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ગ્રેડ પે આંદોલન(Grade Pay Andolan)નો આજે સુખદ અંત આવી ગયો છે. ભુપેન્દ્ર સરકાર દ્વારા પોલીસ ગ્રે પેડ મામલે મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા ટ્વીટ કરીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસની રજૂઆતો પર ગ્રેડ પે માટે રૂપિયા 550 કરોડનું ભંડોળ મંજૂર કરી દેવામાં આવ્યું છે. જેના લીધે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો થશે.
પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 14, 2022
ગુજરાત સરકાર દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂપિયા 550 કરોડનું ભંડોળ મંજુર કરી દેવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કર્મચારીઓની જુદી-જુદી રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે સમિતિની રચના કરવામાં આવી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેકવાર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પોલીસ ગ્રેડ પેની આ જાહેરાત થયા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પ્રેસ મીડિયાને સંબોધન કરશે. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે જાહેરાતને લઈ મીડિયા થકી ગુજરાત પોલીસ તેમજ પોલીસ પરિવાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રેડ પે મુદ્દે 28 ઑક્ટોબરના રોજ કમિટીની રચના કરવામાં આવી હતી અને 31 ઓક્ટોબરના રોજ કમિટીની પ્રથમ બેઠક મળી હતી. ત્યાર પછી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં પણ બેઠકો યોજાઈ હતી. તો ગયા અઠવાડિયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગૃહ વિભાગ અને સમિતિની અંતિમ બેઠક યોજાઈ હતી. ત્યારે આજે સાંજ સુધીમાં સુરત ખાતેથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસના ગ્રેડ પે ને લઈને એક મોટી જાહેરાત પત્રકાર પરિષદ કરીને કરી શકે છે.
જાણો શું હતી પોલીસ કર્મચારીઓની જૂની માગણીઓ:
પોલીસ કર્મચારીઓની જૂની માગણીઓમાં કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂપિયા 2,800 કરવાની માંગ કરવામાં આવી હતી, આમ થશે તો કોન્સ્ટેબલોને મિનિમમ રૂપિયા 25,500 પગાર થશે. સાથે જ હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂપિયા 3,600 કરવાની માંગ કરવામાં આવી હતી, જેને કારણે હેડ કોન્સ્ટેબલને મિનિમમ રૂપિયા 29,200 થશે. એએસઆઈનો ગ્રેડ પે 4,200 કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
જો વાત કરવામાં આવે તો 2006માં પોલીસ કર્મચારીઓ માટે ગ્રેડ પે રૂપિયા 1,800 નક્કી થયો હતો. 16 વર્ષ પછી હજુ સુધી તેમાં વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ મળીને કુલ 65 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂપિયા 1,800 હોવાથી તેમને મહિને ઓછામાં ઓછો રૂપિયા 18 હજાર પગાર છે.
હેડ કોન્સ્ટેબલનો ગ્રેડ પે રૂપિયા 2 હજાર હોવાથી તેમને ઓછામાં ઓછા પગાર રૂપિયા 21,700 છે. એએસઆઈ ને ગ્રેડ પે રૂપિયા 2,400 મળી રહ્યો હોવાથી તેમને મહિને ઓછામાં ઓછો પગાર રૂપિયા 26,200 છે. ગુજરાતમાં પોલીસ કર્મચારીઓનો બેઝિક પગાર ઓછો હોવાને કારણે પોલીસ કર્મચારીઓને ઓછો પગાર મળી રહે છે. જયારે અન્ય રાજ્યોમાં પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે રૂપિયા 4,200 મળી રહ્યો હોવાથી તેમને ઓછામાં ઓછો રૂપિયા 9,300 થી રૂપિયા 34,800 સુધીનો પગાર મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “સૌથી મોટા સમાચાર- ભુપેન્દ્ર સરકારના એક નિર્ણયથી રાજ્યભરના પોલીસ બેડામાં ખુશીનો માહોલ”