ગુજરાત(GUJARAT): આવનારી વિધાનસભાની ચુંટણી(Assembly elections)ને લઈને રાજ્યમાં હાલ રાજકીય હલચલ તેજ બની રહી છે. BJP અને AAP સહિત તમામ રાજકીય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યભરમાં નેતાઓની અવાર-નવાર મુલાકાતો થઈ રહી છે. આ દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતનો પ્રવાસ ચાલુ રાખશે. કેજરીવાલ ઓગસ્ટ મહિનામાં ચોથી વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ વિડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવશે. તારીખ 16 ઓગસ્ટ, 2022ના રોજ ભુજ એરપોર્ટ ખાતે અરવિંદ કેજરીવાલજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં એક પત્રકાર પરિષદ અને ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ ખાતે અરવિંદ કેજરીવાલજી પત્રકારો અને ટાઉન હોલ કાર્યક્રમ ને સંબોધીને ગુજરાતની જનતા સમક્ષ કેટલીક મહત્વની ઘોષણાઓ કરશે. અરવિંદ કેજરીવાલજીના આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આમ આદમી પાર્ટી ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે મિટિંગ યોજી આવનારી ચૂંટણી માટે અત્યંત મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે. અત્રે ઉલેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ અગાઉ 10 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના 2.5 કરોડ લોકોને લાભ આપવાની ગેરંટી જાહેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.