હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં હત્યા થવી એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, જસદણ (Jasdan)ના નવાગામ (Navagam)ના રહેવાસી કમલેશ મોહનભાઈ ચાવડા ના 15 ઓગસ્ટના રોજ વડીયા ગામની કોમલ સાથે લગ્ન થયા હતા. આ સમયે પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રમસંબંધ હતો. ત્યારે પ્રેમિકા કોમલના લગ્ન થતા જ પ્રેમી યશંવત મહેશભાઈ મકવાણાને ખાર ચડ્યો હતો.
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો:
પોતાની પ્રેમિકાના બીજા લગ્ન થવાને કારણે રોષે ભરાયેલા પ્રેમીએ ગત રાત્રિના કમલેશના ઘરે ઘૂસી તેને છરીના 5 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા:
જાણવા મળ્યું છે કે, મૃતક કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપી કોમલ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશને ક્યાં ખબર હતી કે કોમલને બીજા યુવક સાથે પ્રમસંબંધ છે. ત્યારે આ ઘટના અંગે કમલેશના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસમાં આરોપી યશવંત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કમલેશને પતાવવા યશવંતને ખાર ચડ્યો હતો:
માહિતી મળી આવી છે કે, વડીયા ગામમાં રહેતી કોમલને પોતાના જ ગામના યશવંત સાથે પ્રેમસંબંધ હતો. આથી કોમલ યશવંત સાથે જતી રહી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ કોમલ ફરી માતા-પિતા પાસે પરત ફરી હતી. બાદમાં નવાગામના જ્ઞાતિના કમલેશ સાથે કોમલના 15 ઓગસ્ટે લગ્ન કરવામાં આવ્યા હતા. કમલેશના આ બીજા લગ્ન હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.