હવામાન વિભાગની મોટી આગાહી- આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે અતિભારે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે ફરી એકવાર વરસાદને લઇને હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain forecast) ખાબકી શકે છે. સાથે જ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.

તો ગુજરાતના અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની પ્રબળ શક્યતા રહેલી છે.

ગઇકાલે એક જ દિવસમાં 140 તાલુકામાં ખાબક્યો હતો વરસાદ:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતમાં એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. પંચમહાલના જાંબુઘોડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જયારે ડભોઈ, સંખેડામાં પણ 1 થી સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો મહુવા, વઘઈ, વાલોદ, મહેસાણામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બોડેલી, બારડોલી, ડેડિયાપાડા, ગણદેવીમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

મહત્વનું છે કે, આજે રાજ્યના અનેક જીલ્લામાં ધોધમાર વરસાદ ખાબકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં તો હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખુબ ભારે વરસાદ ખાબકી શકે છે. તો સાથે મોરબી, કચ્છ, દ્વારકા,સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *