મંત્રીમંડળમાંથી પુર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના પત્તા કોણે કાપ્યા?- દિલ્હી બેઠેલા આ ગુજરાતીનું નામ આવ્યું સામે

બે દિવસ અગાઉ ગુજરાતના બે દિગ્ગજ કેબિનેટ મંત્રીઓ પુર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી purnesh modi rajendra trivedi ના મહત્વપૂર્ણ ખાતાઓનો ચાર્જ પાછો લઈ લેવામાં આવ્યો. આ પાછળ કેટલાક લોકો જૂથવાદ માની રહી રહ્યા છે તો કેટલાક લોકો આને અમિત શાહની ચાલ માની રહ્યા છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

સચિવાલયના સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર છેલ્લાં એક મહિનાથી સચિવાલયના સાતેય દરવાજા પર ચાર અલગ-અલગ એજન્સીઓ દ્વારા ગુપ્ત રીતે સરકારની કામગીરીનું સર્વેક્ષણ થઈ રહ્યું હતું. મુલાકાતીઓને પાસ કઢાવે ત્યારે અને પરત ફરે ત્યારે સચિવાલય આવવાનું પ્રયોજન અને અનુભવ એ અંગે ફીડબેક મેળવવામાં આવતા હતા. અને સાચી વાત ટોપ ઓફિસ સુધી પહોંચાડવામાં આવતી હતી.

ઇતિહાસનું પુનરાવર્તન જરૂર થાય છે, આજથી ત્રીસ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી હતા, ત્યારે તેઓને માહિતી મળી કે, અમદાવાદ ભાજપના એક સિનિયર મોસ્ટ નેતા વડોદરાના ઉદ્યોગપતિ પાસેથી ચૂંટણી પ્રચાર પેટે પાર્ટી માટે મોટી રકમ લઈને આવી રહ્યા છે. પરંતુ આ ઘટનાક્રમની જાણ પાર્ટીને સત્તાવાર રીતે કરવામાં આવી ન હતી.

કહેવાય છે કે, નરેન્દ્રભાઈએ એ આ નેતાને ખેડા-નડિયાદ વચ્ચે એક ચોકડી પાસે ઉભા રાખ્યા અને ક્યાં જઈ આવ્યા એવી પૂછપરછ કરી. શિયાવિયા થઈ ગયેલા નેતાને ખબર પડી કે, મોદી સાહેબને સાચી વાત ખબર છે એટલે તેમણે ખચકાતાં ખચકાતાં કહ્યું કે, વડોદરાથી એક ઉદ્યોગપતિ મિત્ર દ્વારા પાર્ટી માટે થોડું ચૂંટણી ભંડોળ મેળવ્યું છે. હાજર જવાબી નરેન્દ્રભાઈએ કહ્યું કે, તાત્કાલિક આ ફંડ ઘેર જતાં પહેલાં પાર્ટી કાર્યાલયમાં જમા કરાવી રસીદ મેળવી લેજો.

આમ હાલમાં પણ ગુજરાતની સત્તા દિલ્હી થી સીધા નરેન્દ્ર મોદી જ સંભાળી રહ્યા છે અને સ્વર્ણિમ સંકુલમાં કંઈક પણ આડુ અવળું થાય તો સિદ્ધિ કાર્યવાહી બિગ બોસ નરેન્દ્ર મોદી જ કરશે તેનો ચમકારો આપી દેવામાં આવ્યો છે અને આળસુ અને મલાઈ ખાનારા નેતાઓને ઘર ભેગા કરવામાં આવશે તેવો સંકેત આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે 15 મી ઓગસ્ટ ના રોજ લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારને દૂર કરવાની વાત કરી હતી. અને આ ભ્રષ્ટાચાર દૂર કરવાની શરૂઆત તેમણે ઘરમાંથી જ કરી હોય તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *