ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections 2022)ને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) ‘મિશન ગુજરાત’ કરવા દિનરાત મહેનત કરી રહી છે. અવારનવાર અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતી જનતાને અને ગેરંટીઓ આપીને વાયદાઓ કરી રહ્યા છે.
European standard roads of Delhi, Video is from Begumpur(North West Delhi) #TheKejriwalFiles pic.twitter.com/mv0LkFRqWK
— The Kejriwal Files (@KejriwalFiles) August 25, 2022
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડિયો(Viral video) કયા શહેર અને કયા વિસ્તારનો છે તેની કોઈ જાણ થઈ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં લોકોએ કહ્યું કે, આ વિડીયો દિલ્હી(Delhi)નો છે. પરંતુ હાલ દિલ્હીનો આ વિડીયો દિલ્હીના વિકાસની પોલ ખોલી રહ્યો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, રસ્તામાં એટલો વિશાળ ખાડો પડી ગયો છે કે, એક મહિલા આખે આખી કાદવ ભરેલા ખાડામાં પડી જાય છે. વિડીયો વાયરલ થતા, ગુજરાતની જનતાએ કેજરીવાલને સીધો સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છો તો આ દિલ્હીમાં શું છે?
ગુજરાતમાં આવીને વિકાસની વાતો કરતા કેજરીવાલ દિલ્હીનો વિકાસ જુઓ અને પછી ગુજરાતની જનતાને વાયદાઓ આપો. હાલમાં દિલ્હીના એક વિસ્તારનો વિડીયો વાયરલ થતા હવે અરવિંદ કેજરીવાલ સામે પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. આ વિડીયોને જોઇને ગુજરાતના લોકો કહી રહ્યા છે કે, પહેલા દિલ્હીનો વિકાસ કરો પછી ગુજરાતના વિકાસની વાતો કરજો.
દિલ્હીનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દિલ્હીના બેગમપુરા વિસ્તારનો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.