અમદાવાદ(Ahmedabad): રાજયમાં રખડતાં ઢોર પર નિયંત્રણ કરવામાં આવ્યું ત્યારે માલધારી સમાજે આંદોલન(vibration) કર્યું હતું, પરંતુ ફરી એકવાર રખડતાં ઢોરના કારણે એક પુરુષને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અમદાવાદમાં રખડતાં પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરમાં રખડતાં ઢોરોના હુમલા વારંવાર સામે આવે છે. મનપાની બેદરકારીથી વધુ એક યુવકનો ભોગ લેવાયો છે.
ફરી એકવાર રખડતાં ઢોરે લીધો યુવકનો જીવ
અમદાવાદના નરોડા વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટમાં આવતા યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ગંભીર ઈજાઓ થતાં તે યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન ભાવિન પટેલ રીપોર્ટસ કરવામાં આવ્યા હતાં જેમાં તેને મગજમાં મલ્ટિપલ હેમરેજ થયું હોવાનું તબીબી રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે અંતે યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ભાવિન પટેલનું મૃત્યુ થયું છે.
આથી, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પરિવાર માંગ કરી રહ્યો છે. AMCની ઘોર બેદરકારીના કારણે ભાવિન પટેલના પરિવાર માથે દુઃખના વાદળ ઘેરાઈ ગયાં છે. આ બાદ મૃતક ભાવિન પટેલની બહેન મેઘલ અમિનનું કહેવું છે કે, ‘મારા ભાઇનો ગાય અથડાવાના કારણે અકસ્માત થયો હતો. સરકારને કહો કે આ ગાયને અહીંથી કાઢે. રબારીને કહો કે અહીંયાથી નીકળી જાય.
એના કરતા મ્યુનિસિપાલિટીને કહો કે ગાયોને અહીંથી કાઢે. અહીંયા ગાયો જોઇએ જ નહીં. મારો ભાઇ આજે જતો રહ્યો છે. શું સરકારને ખબર નથી પડતી કે આ ગાયોને અહીંથી કાઢવી જોઇએ. અમે લોકો મ્યુનિસિપાલિટી સામે કેસ કરવા માંગીએ છીએ. ગાયોને અહીંથી હટાવો અમારી આગળથી.
આજે મારો 38 વર્ષનો ભાઇ એક્સપાયર્ડ થઇ ગયો છે. બે નાની દીકરીઓ છે ઘરમાં, એનું ભરણપોષણ કોણ કરશે. એ લોકોને ભાન નથી પડતું. અમને ડૉક્ટરો અને હોસ્પિટલના સ્ટાફે તો હેલ્પ કરી પણ આ રોડ પર રખડતી ગાયોનું શું કરવાનું? એને બસ અહીંથી કાઢો. રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિનામાં કુલ 471 લોકોના રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.