રાજ્યમાં દિવસેને દિવસે મહિલાઓ અસુરક્ષિત થઈ રહી છે. રોજબરોજ દુષ્કર્મ અને શારીરિક શોષણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ (Ahmedabad, Gujarat) માંથી સામે આવતા ચકચાર મચી ગયો છે. એક યુવતીને લગ્નની લાલચ આપી બે યુવકોએ શારીરિક શોષણ અને દુષ્કર્મ આચરી તરછોડી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના આનંદ નગર વિસ્તારમાં રાજસ્થાનની યુવતીને લગ્નની લાલચ આપી બે ભાઈબંધોએ દુષ્કર્મ આચરી પોતાની શારીરિક વાસના સંતોષી હતી. આ બંને આરોપીઓએ પીડિતાને સહારો આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ફરિયાદ મળતા આનંદ નગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાન થી અમદાવાદ આવી હતી યુવતી
આરોપી ધાસીસિંહ રાજપુત અને લહરસિંહ પઢિયાર બંને પાકા ભાઈબંધ હતા. આ બંને મિત્રોએ રાજસ્થાનથી આવેલી યુવતીને લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો, અને બદલામાં તેનું શારીરિક શોષણ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, 24 વર્ષ રાજસ્થાની યુવતી અગાઉ બે લગ્નજીવનથી કંટાળી હતી, અને સહારો લેવા અમદાવાદના ધાસિસિંહ રાજપૂત સાથે લગ્ન કરવા આવી હતી.
શું થયું ઘટના સ્થળે…
એક ઓક્ટોબરના રોજ જ્યારે યુવતી અમદાવાદ પહોંચી ત્યારે આરોપી એક ઓરડીમાં લઈ ગયો હતો, અને તેની સાથે લગ્ન કરશે તેવા વાયદાઓ કરી દુષ્કર્મ આચાર્ય હતું. આટલું જ નહીં પોતાની વાસના સંતોષી, તેના મિત્રને પણ ત્યાં બોલાવ્યો હતો. તેનો મિત્ર લહરસિંહ પઢિયાર યુવતીને બાઇક પર બેસાડી વેજલપુર પોતાના ઘરે લઈ ગયો હતો. તેના મિત્ર એ પણ, લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બંને યુવકોએ લગ્ન કરવાની ના પાડી, ત્યારે પીડિતાએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.