પાટણ (Patan) શહેરમાં આવેલ વર્ષો જૂની સેલટેક્ષ કચેરી (Old Celltax Office) જર્જરિત અને ભયજનક પરિસ્થતિમાં ઊભી છે. આ કચેરીના બિલ્ડિંગની સારસંભાળ અને મેન્ટન્સ કરવાની જવાબદારી પાટણના માર્ગ અને મકાન વિભાગની હોય છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જ કચેરીની બહાર એક બોર્ડ મુકવામાં આવ્યો છે અને બોર્ડે પર લખાણ લખેલ છે કે, ‘આ મકાન જોખમી છે, દરેકે પોતાનું જોખમ લઇને આવવું જવું’ એ પ્રકારની સૂચનાનું બોર્ડે મૂકી દીધું છે.
ત્યારે કચેરીમાં અવર જવર કરતા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, વકીલો અને કામ માટે આવતા લોકોને જર્જરિત કચેરીના બિલ્ડીંગ પડવાનો ડર લાગી રહ્યો છે. આ સેલટેક્ષ કચેરીની બિલ્ડીંગ જર્જરિત હોવા છતા કેમ ચાલું રાખવામાં આવે છે તે વિચારવા જેવી વાત છે.
શું લોકોની જિંદગીની પડી નથી કે પછી કોઈ જાનહાનિ સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે. અન્ય સલામત સ્થળે કેમ કચેરીને ખસેડવામાં આવતી નથી? જયારે માર્ગે અને મકાન વિભાગ દ્વારા બિલ્ડીંગ જોખમી હોવાના બોર્ડે જ મૂકવામાં આવ્યા હોય તો કયા કારણોથી સલામત સ્થળે ખસેડવામાં આવતી નથી.
ત્યારે વર્તુણના લોકોનું કહેવું છે કે, આ બિલ્ડીંગ નવી જગ્યાએ ખસેડવામાં આવે તો આ કચેરીનું નવું બાંધકામ કયારે ચાલુ થશે તે નક્કી નથી. પરંતુ જોવા જઈએ તો કરોડો રૂપિયા ટેક્ષના વસૂલ કરતી કચેરી જ ભયજનક હોય તે વિચારવા જેવી બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.