હાલ વધુ એક માઠા સમાચાર મળી આવ્યા છે. રાજ્યમાં દિવાળી(Diwali) પહેલા જ ખાદ્યતેલ (edible oil)ના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જાણવા મળ્યું છે કે, સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો થયો છે. જે બાદ હવે સિંગતેલનો ભાવ 2950એ પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2400એ પહોંચી ગયા છે. દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારી (inflation)ને કારણે સામાન્ય જનતા ખુબ જ પરેશાન થઈ રહી છે.
ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો:
પેટ્રોલ ડીઝલથી માંડી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોચી રહ્યા છે. એવામાં તહેવારોની સિઝનમાં ખાદ્યતેલની માંગમાં વધારો થતાં ભાવમાં ધરખમ વધારો થયો છે. ફરી એકવાર સિંગતેલનો ડબ્બો 3000ને પાર પહોંચવાની સપાટી પર પહોંચી ગયો છે. સીગતેલનો નવો ભાવ રૂપિયા 2950 થયો છે. તો કપાસિયા તેલનો નવો ભાવ 2400 થયો છે. એટલે કે, સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 100નો વધારો ઝીંકાયો છે.
તહેવારો આવતા બજારમાં વધી માંગ: બિપીન મોહન
આવી સ્થિતિમાં વધતા જતા ભાવ અંગે ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું કે, આ વખતે હવામાનને કારણે ઉત્પાદન ઓછું થયું છે. તો તહેવારો આવતા બજારમાં ખાદ્ય તેલની માંગ ઘણી વધી છે. થોડા સમય પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો કરવામામ આવતા ભાવ 2950એ પહોંચ્યા છે. તો આગામી ટૂંકાગાળામાં ફરી રૂપિયા 50નો વધારો થઈ શકે છે. જે બાદ સિંગતેલના ભાવ ફરી 3 હજારે પહોચે તેવી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.