બ્રાં અને અન્ડરવેરમાં કરોડોનું સોનું છુપાવી ભારત લાવી રહી હતી મહિલા, એક નાનકડી ભૂલ અને ખુલી ગઈ પોલ

સોનાની દાણચોરી (Gold Smuggling) ના આરોપમાં 3 મહિલા મુસાફરોની ધરપકડ કરી છે. જે દુબઈ (Dubai) થી બ્રા અને પેન્ટીમાં છુપાવીને જંગી માત્રામાં સોનું લાવી રહ્યો હતા. મહિલાની બ્રા, પેન્ટી અને હેરબેન્ડમાં સોનાની પેસ્ટ હતી. જે કસ્ટમ અધિકારીઓની નજરમાંથી બચી શક્યું ન હતું. જપ્ત કરાયેલા સોનાનું વજન 3283 ગ્રામ છે, જેની કિંમત 1 કરોડ 72 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ સિવાય હૈદરાબાદ કસ્ટમ્સે કુવૈતથી આવતા 2 પુરુષ મુસાફરોની ધરપકડ કરી છે. જેઓ એરક્રાફ્ટ નંબર J9-403 માંથી બે સોનાની લગડીઓ, બટનો અને તેમના ચેક-ઇન સામાનની અંદર છુપાવેલા લાવી રહ્યા હતા. આ જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 855 ગ્રામ છે. હૈદરાબાદ કસ્ટમ્સને એરપોર્ટ પર દુબઈથી દાણચોરીનો સામાન લાવવામાં આવ્યો હોવાની ફરિયાદો મળી હતી. જે બાદ કસ્ટમ વિભાગ સાવચેત થઈ ગયો અને કરોડોની કિંમતનો સોના-ચાંદીનો સામાન પકડાવા લાગ્યા.

મળતી માહિતી મુજબ દુબઈની ફ્લાઈટમાંથી એક મહિલા પેસેન્જરને રોકવામાં આવી હતી. જેણે પોતાના હેર બેન્ડ અને ડ્રેસના કેટલાક ભાગોમાં 234 ગ્રામ સોનું છુપાવ્યું હતું. જે બાદ શોધખોળ કરવામાં આવી તો એક પછી એક અન્ય ત્રણ મહિલા મુસાફરો કસ્ટમ વિભાગની પકડમાં આવી. જેણે પોતાની પેન્ટી અને બ્રાની અંદર સોનું છુપાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરે એક મુસાફરના કબજામાંથી 2,57,47,700 રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. જેની શુદ્ધતા 24 કેરેટ છે. તેને એર કોમ્પ્રેસર અને ટાયર ઇન્ફ્લેટરની અંદર છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *