ક્યા સંત એ કહ્યું આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરો, તે હિંદુ અને દેશ વિરોધી છે

દિલ્હીની અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ(Rajendra Pal Gautam)નો હિંદુ દેવી-દેવતાઓનો બહિષ્કાર કરવાનો વીડિયો વાયરલ(Viral video) થયા બાદ હોબાળો મચી ગયો છે. લાંબા સમયથી હિંદુ રાષ્ટ્રનો અવાજ બુલંદ કરી રહેલા જગદગુરુ પરમહંસ આચાર્ય(Jagadguru Paramhans Acharya)એ સોશિયલ મીડિયા પર એક વિડિયો જારી કરીને દેશભરના રામભક્તોને આમ આદમી પાર્ટી(AAP)નો બહિષ્કાર કરવાની અપીલ કરી છે, કારણ કે આમ આદમી પાર્ટી રામ વિરોધી અને રાષ્ટ્ર વિરોધી વિરોધી છે.

વિડિયોમાં પરમહંસચાર્યએ જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટી હવે હિન્દુઓને ખુલ્લા મંચ પરથી ધર્માંતરણ કરાવી રહી છે. દેશભરમાં આમ આદમી પાર્ટીનો બહિષ્કાર થવો જોઈએ. પરમહંસચાર્યએ કહ્યું કે, તમામ રાજકીય પક્ષો તુષ્ટિકરણ કરી રહ્યા છે, પરંતુ આજ સુધી કોઈ પક્ષ દ્વારા આવું ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં અવાયું નથી. તેથી, આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ બહિષ્કાર જરૂરી છે.આમ આદમી પાર્ટી સનાતન હિંદુ ધર્મ વિરોધી છે.

આમ આદમી પાર્ટી રામ અને રાષ્ટ્રવિરોધી છે, હિન્દુ વિરોધી છે, બંધારણ વિરોધી છે. પરમહંસચાર્યએ વધુમાં કહ્યું કે, બંધારણમાં ભગવાન રામના દરબારનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેથી આપણી આવનારી પેઢીઓ સમજી શકે કે, શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. શ્રી રામનો વિરોધ એટલે રાષ્ટ્ર અને બંધારણનો વિરોધ છે.

રાજેન્દ્ર પાલ ગૌતમે ધરી દીધું રાજીનામું:
દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે રાજીનામું આપી દીધું હતું. તે હાલમાં જ દેવી-દેવતાઓ પરના પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા, જેના પછી ઘણો હંગામો થયો હતો. રાજીનામાનો પત્ર ટ્વીટ કરીને તેમણે લખ્યું, ‘આજે મહર્ષિ વાલ્મીકિજીનો પ્રાગટ્ય દિવસ છે અને બીજી તરફ માન્યાવર કાંશીરામ સાહેબની પુણ્યતિથિ પણ છે. આવા સંયોગમાં આજે હું અનેક બંધનોમાંથી મુક્ત થયો હતો અને આજે મારો નવો જન્મ થયો છે. હવે હું સમાજ પરના અધિકારો અને અત્યાચારની લડાઈ કોઈપણ બંધન વિના વધુ મક્કમતાથી ચાલુ રાખીશ.’

જણાવી દઈએ કે, રાજેન્દ્ર પાલ ગૌતમે ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. જે બાદ ભારે હોબાળો થયો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ રાજેન્દ્ર ગૌતમથી ખૂબ નારાજ હતા. ભાજપે આમ આદમી પાર્ટી પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *