દિલ્હી સરકાર (Delhi government) ના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ (Rajendra Pal Gautam) નો એક ધર્માંતરણને લગતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ‘હિન્દુ દેવી-દેવતાને ભગવાન ન માનવાની’ શપથ લેવડાવતા ચારેબાજુ આ બાબત પર ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાત (Gujarat) ના મહાનગરોમાં જાહેરમાં AAP વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. દિલ્હીમાં AAP નેતા રાજેન્દ્ર પાલ ગૌતમના વિવાદિત ધર્માંતરણના વીડિયો મામલે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ‘AAPની વિચારધારા શરૂઆતથી હિન્દુ વિરોધી જ રહી છે. આમ આદમી પાર્ટીના મંત્રીએ જાહેરમાં જે બેફામ હિંદુ દેવી-દેવતા વિરૂદ્ધ જે શબ્દો બોલે છે તેનાથી ધાર્મિક લોગોમાં નારાજગી તો ઊભી થાય. આનાથી આમ આદમી પાર્ટીની ધર્મ વિરોધી રાજનીતિ બહાર સામે આવી ગઈ છે. આ ગુજરાત કે જેને સૂત્ર આપ્યું હતું કે જો હિંદુ હિત કી બાત કરેગા વહી દેશ પે રાજ કરેજા. એ ગુજરાત આમ આદમી પાર્ટીને આ નિવેદનથી ઓળખી ગઇ છે. આગામી ચૂંટણીમાં AAPના છોતરા નીકળી જવાના છે. કોઇની ડિપોઝીટ બચવાની નથી. કારણ કે જુઠ્ઠા વાયદા, જુઠ્ઠી વાતો, કરે કંઇક અને બોલે કંઇક આ બધું લોકો જુએ છે. એટલે આમ આદમી પાર્ટીને આ ભારે પડશે. પોસ્ટર ફાડવાની ઘટના પણ એ જ દેખાડે છે કે, આમ આદમી પાર્ટી પોતે નિવેદનથી બેબાકળી બની ગઇ છે. તે એ જ દેખાડે છે કે, આમ આદમી પાર્ટી દોડતી થઇ છે.’
વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદન પર વિજય રૂપાણીએ કહ્યું કે, ‘શેનું રાજકારણ? ભાજપ શું કરાવે છે? બોલે છે એના મંત્રી એમાં અમે શું રાજકારણ કરી શકીએ? અમે તો લોકોને કહીએ છીએ આ બધા આવું બોલે છે. આ લોકોને ઓળખી લો.’
વધુમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ‘અત્યારે ચૂંટણીના માહોલમાં લોકો સાચી વાત સમજે એટલે આ વીડિયોથી લોકો આમ આદમી પાર્ટીનું કેરેક્ટર ખુલ્લું પાડી દેશે. ભૂતકાળમાં પણ કમનસીબે હિંદુ હિતને ઘણો અન્યાય થયો છે. સૂડો-સેક્યુલરીઝમ એટલે કે ઢોંગી બિન સાંપ્રદાયિકતાવાદે કોંગ્રેસને ખતમ કરી. આ બધા એ જ રસ્તે છે. હિંદુ સમાજ હવે જાગી ગયો છે અને હિંદુ સમાજ આવી કોઇ જ વાત ચલાવવા માંગતો નથી.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.